________________ ઝેરી જ છે. જોખમી જ છે. મારક જ છે. વૈરભાવનાનું નાનું બીજ પણ ખતરનાક છે. અજ્ઞાતદશામાં આચરેલ અકાર્યના પરિણામો જ્યારે જ્ઞાત દશામાં ભોગવવાનો સમય આવે છે. ત્યારે રેવડી દાણાદાણ થઈ જાય છે. માટે બહારના નહીં અંતરના દુશ્મનોને મહાત કરવા લાગી જવાનું છે. રાજાની તત્વવાણી સાંભળી મંત્રી પીગળી ગયો. રાજાને ભેટી પડ્યો. ક્ષમા માંગી, મુક્ત કર્યો. વૈરનું વિસર્જન કર્યું મૈત્રીનું સર્જન થયું. આ પ્રસંગ અને કાલિદાસનો શ્લોકાર્ધ પૂરવાર કરે છે કે, “આ જીવનની તમામ અવસ્થાઓ ક્ષણિક છે. સુખ અને દુઃખ, ચઢતીને પડતી, શોક અને આનંદ, હાસ્ય અને રૂદન આ બધું સહજ છે. નૈસર્ગિક ક્રમમાં બધી જ અવસ્થા બધાએ અવશ્ય ભોગવવી પડે છે. આ સત્યને સ્વીકારી અનુકૂળતામાં અભાવ અને પ્રતિકુળતામાં પ્રદ્વેષભાવ કરવો જોઈએ નહીં.” જે આવે તેને મહેમાન ગણી સહજ આવકારતા રહેવું. જે મળે તેને પરાયુ ગણી અલિપ્તભાવે સ્વીકારતાં રહેવું એ જ સુખ-શાંતિ-પ્રસન્નતા પામવાનો મૂલાધાર છે. અંતે... મોતને કહી દો કે ન મુકે હોડમાં નિજ આબરૂ શૂન્ય છે એ કોઈનો માર્યો કદી મરશે નહીં. * * * * * ...૧રર...