________________ મોતનું મરણ માણસને સદા જાગૃત રાખે છે શાસ્ત્રમાં એક અદ્ભુત કથાનક છે. એક વણિક કુટુંબ છે. પિતા ધાર્મિક ભાવના સંપન્ન છે. પરમાત્માના ભક્ત છે. ગુરુના ઉપાસક છે. ધર્મ પ્રત્યે વફાદાર છે. જીવાદિ નવ તત્ત્વના જ્ઞાતા છે. દીકરો રાજન્ બરાબર ઉલ્ટા સ્વભાવનો છે. ધર્મ સાથે બારમો ચંદ્ર, પરમાત્માને પત્થર માનનાર, ગુરુઓને ગાળો દેનાર, ટુંકમાં નાસ્તિક શિરોમણિ કહી શકાય. રાજત્ના ધર્મવિરોધી વલણથી પિતા માનસિક રીતે ત્રાસી ગયા હતા. પિતાને એક જ ચિંતા હતી. મારા ઘરમાં અવતરેલ બાળક ધર્મ નહીં આચરે તો પરલોકમાં તેનું શું થશે ? દેવ-ગુરુ ઉપર અનાદર-અસદ્ભાવ કેળવશે તો કદાચ સાતમી નરક પણ એના માટે ઓછી પડશે. ગમે તે ભોગે તેને ધર્માભિમુખ કરવો જ રહ્યો. પિતાજી : બેટા ! પ્રભુના દર્શન-વંદન પૂજન કર. તેનાથી બહોળા પુણ્યનું ઉપાર્જન થશે, જે પુણ્ય ભાવિમાં આવનારી આકસ્મિક આપત્તિઓ અને વિદનો સામે ઢાલ બની આપણી રક્ષા કરશે, જીવનમાં હવા-પાણી અને ખોરાક જેટલી જ જરૂર ધર્મની છે. ધર્મવિહોણા માનવ ખોળીયે જાનવર જેવા જ હોય છે. પ્રભુ તો પ્રેમનાં પુંજ છે. કરૂણાના મહાસાગર છે. દયાના ભંડાર છે. અશરણના શરણ છે. અનાથના નાથ છે. આપણા જીવનની ચાવી પ્રભુના હાથમાં છે. પરમાત્માની ભક્તિ જ જીવનનું પરમ કર્તવ્ય છે. કર્મોની જંજીરો તોડવા દુઃખ ત્રાસ યાતનાઓથી મુક્ત થવા પ્રભુનું શરણ, પ્રભુનું સ્મરણ અતિ જરૂરી છે. અસહ્ય દુઃખ વેદના કે પ્રતિકુળતા આવી પડશે ત્યારે કોણ હાથ પકડશે? કોણ બચાવશે ? કોણ તારી રક્ષા કરશે ?.. દેવની જેમ ગુરુ તત્વ પણ મહાન છે. દેવ નિર્દોષ છે, તો ગુરુ નિગ્રંથ ...123...