________________ સાધુ સંતોના જીવન પ્રતિકૂળતાથી ભરપુર હોય છે છતાં તેમના મુખ ઉપરની અસ્મિતા, તેજ-ઓજસ કંઈક ઓર જ હોય છે. પ્રતિકૂળતા વેઠી વેઠીને તેમણે આંતરશક્તિનો જબરદસ્ત વિકાસ સાધ્યો હોય છે. એટલે અનુકૂળતા માટે કોઈની દાઢીમાં તેમને હાથ ઘાલવો પડતો નથી. “આ ચાલશે અને આ નહીં ચાલે, આ ફાવશે અને આ નહીં ફાવે, આની સાથે રહીશ અને આની સાથે નહીં, આવી કોઈ ફરિયાદો-દ્વિધાઓ અને તેનાથી ઊભા થતા ઉકળાટો સાધુ સંતોને હોતા નથી. બધુ ચાલશે. “બધુ ફાવશે, બધા સાથે ફાવશે” આ તેમનો જીવનમંત્ર હોય છે. માટે જ તેઓની આધ્યાત્મિક મસ્તી કંઈક ઓર જ હોય છે. મોટા અબજપતિ શેઠિયાઓ પણ તેમના તેજ આગળ ઝાંખા અને વામણા પૂરવાર થતા હોય છે. ભૌતિક જગતની અનુકૂળતાઓ કોઈ કાળે શાંતિ આપી શકે જ નહીં, આધ્યાત્મિક જગતની પ્રતિકૂળતાઓ પ્રસન્નતા અને આનંદ આપ્યા વગર રહે નહીં. આટલું સમજાઈ જાય તો મળે એટલું ભેગું કરી લેવાની આંધળી દોટ અચુક ઓછી થઈ જાય. પછી જીવન જરૂર જીવવા જેવું બની જાય. અંતે The source of the true happiness is inherent, in the heart, he is a fool who seeks it elsewere. * * * * * ...163...