________________ મુરખનો સંગ મોતનો રંગ રાજાએ પોતાની રક્ષા માટે એક બોડીગાર્ડ રાખ્યો, તે બહાદુર હોવાની સાથે સમજદાર પણ હતો, રાજાના પ્રગટ અપ્રગટ મનોભાવને પણ જાણી લેતો. ઈશારા ઉપરથી ખાનગી વાતોનો ક્યાસ કાઢી લેતો. રાજાને થયું. આ તો જોખમ કહેવાય. બોડીગાર્ડ બહાદુર જોઈએ, પણ વધુ પડતી સમજદારી કદાચ જોખમી પૂરવાર થાય. બોડીગાર્ડ તો બુદ્ધિનો જડ અને બોડીનો બોલ્ડ જોઈએ. ઘણી તપાસ કરવા છતાં યોગ્ય પાત્ર ના મળ્યું. એકવાર કોઈ એક Well trained વાંદરો રાજા પાસે લાવ્યા. રાજ! આ વાંદરો બહાદુર છે. સાથે આજ્ઞાંકિત છે, જે કહેશો તે કરશે. રાજાને થયું, ઘણા વખતે યોગ્ય પાત્ર મળ્યું. વાંદરાને બોડીગાર્ડ તરીકે રાખી દીધો. અને કહ્યું કે, “મને હેરાન કરે તેને એક મિનિટના વિલંબ વિના પતાવી દેવો.” હાથમાં તલવાર લઈ વાંદરો રાજાની રક્ષા કરવા લાગ્યો. એકવાર રાજા સૂતા છે. માખી તેમના મોઢા ઉપર ગણગણે છે. બે ત્રણવાર ઉડાડવા છતાં પાછી આવીને બેસે છે. વાંદરાને ગુસ્સો આવ્યો. માખી ગળાની ઉપર આવતાની સાથે તેને પતાવી દેવાની બુદ્ધિથી વાંદરાએ તલવાર ઝીંકી રાજાના ગળા ઉપર. માખી તો મરી નહીં, પણ રાજાનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. સમજદાર માણસનો સંગ કદાચ જોખમ નોતરી શકે પણ મુર્ખ માણસનો સંગ તો નિશ્ચિતપણે મોતને નોતરે છે. વધુ બુદ્ધિશાળીને સાથે રાખવામાં ભય સતાવતો હોય છે કે કદાચ આપણાથી આગળ વધી જાય, ક્યારેક બધુ જાણી જતાં વિશ્વાસઘાત કરે, કદાચ આપણનેય દાબમાં રાખે, ક્યારેક બ્લેક મેઈલ કરે. આ ભયથી ઓછા બુદ્ધિવાળાને પ્રીફર કરી આશ્રિત બનાવવામાં વધુ જોખમ છે. બધી રીતે પાયમાલ થવાનો ખતરાભર્યો આ અખતરો છે. આસપાસનું વર્તુળ શિષ્ટ, સમજદાર, હિતેચ્છુ હોય, બુદ્ધિશાળી ગુણવાન અને સાહસી હોય, તો વિકાસ શક્ય બને છે. સર્વક્ષેત્રે હનગુણીનો સંગ હતાશા અને નિષ્ફળતા તરફ જ દોરનારો છે. ...164...