________________ પાળવું શક્ય જ નથી. બધો નર્યો દંભ છે. લોકોને ઠગવાની કળા છે. રાજન્ના નાસ્તિકતાપૂર્ણ વચનોને સાંભળી પિતાજી સજ્જડ થઈ ગયા. આના બદલે પેટે પાણો પાક્યો હોત તો સારું થાત, કપડાં ધોવા તો કામ લાગત... આવો વિચાર ઝબકી ગયો. ગોળ ગોળ ફરતા બાળકને જેમ આખી દુનિયા ફરતી લાગે, તેમ નાસ્તિકતાના ચકરાવામાં આખી દુનિયા નાસ્તિક જ લાગે. રાજન્ની ધીઠ્ઠાઈ અને ગુરુ પ્રત્યેનો દ્વેષ જોઈ પિતાને પુત્ર પ્રત્યે સવિશેષ કરૂણા ઉપજી. તેને સુધારવાનો દઢ સંકલ્પ કર્યો. અંતરમાં ભાવના એક જ હતી. મારા ઘરમાં આવેલ આત્મા દેવ-ગુરુની નિંદા કરી, તેમના ઉપર અસદ્ભાવ કેળવી દુર્ગતિનો મહેમાન ન જ બનવો જોઈએ. પિતાએ રાજાને સઘળી બીના કહી. રાજા પિતાજીના જીગરી દોસ્ત હતા. રાજા : ચિંતા ના કરો શ્રેષ્ઠિજી ! આ બહુ મોટી વાત નથી. છોકરો નિશ્ચિત ઠેકાણે આવી જશે. પિતા રાજાના સાંત્વનથી પ્રસન્ન થયા. રાજાએ પુત્રને સીધો કરવા એક ગુપ્ત યોજના ઘડી. રાજતિજોરીમાંથી રત્ન ચોરાવ્યા. પુત્રના કબાટમાં ભેદી રીતે મુકાવડાવ્યા. ઢંઢેરો પીટાવ્યો. સૈનિકો દ્વારા શોધખોળ ચાલી. પુત્રના કબાટમાંથી રત્નો મળ્યા. રેડ હેન્ડેડ પકડાતા રાજન્ કાંપવા લાગ્યો. લોકોથી ધિક્કારાતો રાજન્ રાજદરબારે લઈ જવાયો. ફાંસીની સજા જાહેર થઈ. રાજને ધોળે દિવસે તારા દેખાઈ ગયા. પગ નીચેથી ધરતી સરકતી લાગી. ઘણો બચાવ-ઘણી આજીજી કરવા છતાં રાજા એકના બે ના થયા. ફાંસીનો દિવસ આવ્યો. અગણિત માનવ મહેરામણ નાટક જોવા ઉમટ્ય. નિર્દોષ હોવા છતાં અકાળે મોતને ભેટવું પડવાથી રાજનની વ્યથાનો પાર નથી. રાજાની ગુપ્ત ભેદનીતિથી અજ્ઞાત હોવા છતાં પિતા આનંદિત છે. કારણ તેને શ્રદ્ધા છે. રાજા જે કરશે તે સારા માટે જ કરશે. “દેવ ગુરુની નિંદા કરતો, પુત્ર જીવતા રહે એના કરતા તો...” એવો વિચાર પણ પિતાને એકક્ષણ માટે આવી ગયો... માનવ મહેરામણ.. ચિચિયારીઓ... તરહ તરહની ચર્ચાઓ... ...125...