________________ બહેન ઉપાશ્રયે આવ્યા. મહાત્માને કહે, “અમારી બાહ્ય પરિસ્થિતિ જોઈને આપને ભક્તિ કરાવવાનું મન થાય તે સહજ છે. આપ કરૂણાસાગર છો, દયાળુ છો, આપ સહૃદયી છો, આપની ભાવના સારી છે. પણ, સાહેબજી ! તેમના ગયા પછી મે કોઈની પાસે હાથ લાંબો કર્યો નથી. એક નવા પૈસાની કોઈની મદદ લીધી નથી અને લેવાની ઈચ્છા પણ નથી. કર્મના ઉદયે જે પરિસ્થિતિ આવી પડી છે તેને હસતા હસતા સહન કરવા મારી તૈયારી છે. ધીરજ અને હિંમતથી આગળ વધુ છું. આજે કર્મ વિફરેલ છે, નસીબનું પાનું વકરેલ છે, તો આ કર્મો ભોગવીને ખપાવવામાં જ મજા છે. જો મારૂ નસીબ સારૂ હોત તો મારા પતિનો અકસ્માત કેમ થયો? મારે પ્રાણનાથનો વિયોગ કેમ થયો ? મારા નાના બાલુડા એકાએક નોંધારા કેમ થઈ ગયા ? દિયરની દાનત કેમ બગડી ? પહેરે કપડે અમને ઘરમાંથી કાઢી ઘા ઉપર મીઠું કેમ ભભરાવ્યું ? સાહેબજી ! કર્મ સિવાય કોને દોષ દેવો ? બીજા તો નિમિત્તમાત્ર છે. કર્મને સમતાથી ભોગવવા, પ્રાણના ભોગે પણ શીલની રક્ષા કરવી, ભુખ્યા સુઈ જવું પણ કોઈની પાસે હાથ લાંબો ન કરવો, હાથ પગ સાજા છે ત્યાં સુધી કામ કરીને-મજુરી કરીને દિકરાઓનાં પેટ ભરવા પણ કોઈનાં ઓશીયાળા ન થવું. કોઈની મદદ લઈ હાડકા હરામનાં ન કરવા. આ બધું મનથી દ્રઢપણે નક્કી કરી જીવન વિતાવું છું. કોઈની મદદની મારે જરૂર નથી. કાલે મારા બાલુડા મોટા થઈ જશે, ભગવાનની ઈચ્છા હશે તો પાછા સુખના દહાડા જોવા મળશે. બાકી જેવી ભવિતવ્યતા ! જ્ઞાનીના જ્ઞાનમાં જે દેખાય છે, તે મિથ્યા થઈ શકતું નથી. ભવિતવ્યતાને કોઈ અન્યથા કરી શકતું નથી. કર્મના ઉદયને ટાળવાની તાકાત સાક્ષાત્ તિર્થંકરોમાં પણ નથી, લલાટનાં લેખ ઉપર મેખ મારવા કોઈ સમર્થ નથી. નાહકનાં રોદણા રોવાનો શો અર્થ ? આપણા કરેલા કર્મો આપણે જ ભોગવવાનો છે, કર્મનો વિશ્વાસઘાતી સ્વભાવ આજ સુધી કર્મગ્રંથમાં જ જામ્યો હતો. આજે જીવનમાં સાક્ષાત્ અનુભવાય છે. કર્મનાં વિશ્વાસે રહેનારની ...111...