________________ રાજા અને રાજગુરૂની યુતિનો ફલોધ્ય પંદરમી-સોળમી સદીનો ઈતિહાસ વિજય હીરસૂરિની યશોગાથાથી છલોછલ છે, હીરસૂરિ મ.ના એક એક પ્રભાવક કાર્યો જૈન ધર્મ માટે તો યશકલગીરૂપ છે જ, પણ વિશ્વસમાજ માટે પણ આદર્શરૂપ છે. સ્તુત્ય છે. વિશ્વના ઈતિહાસમાં હીરસૂરિ મ.ની અમરતા તેમના ગુણગૌરવને આભારી છે. ગુણવાનનું વ્યક્તિત્વ ચિરપ્રભાવીત બની રહે છે. હીરસૂરિ મ.માત્ર જૈનોના જ નહી પણ જગતના ગુરૂ હતા. જગ—રૂની આ પદવી પણ અકબર બાદશાહે તેમને આપેલી. | ચંપા શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા. ચોરે ને ચૌટે ચંપાની ચર્ચાઓ ચાલી. છેક અકબરના દરબારમાં વાત પહોંચી, સત્યતા પૂરવાર કરવા ચંપાને દરબારમાં બોલાવી, સત્ય હકીકત જાણી પૂછ્યું, “ચંપા ! સુકલકડી કાયાથી છ મહિનાના ઉપવાસ પાછળ કોનો પ્રભાવ છે ?'' “ગુરૂકૃપાનો !" “તારા ગુરૂ કોણ ?'' “વિજય હીરસૂરિ મ.” “હાલ તેઓ ક્યાં છે ?" “ગંધાર,” હમણાં જ સૂરિજીને અહીં તેડાવો, જેની શિષ્યા આવી મહાન તપસ્વીની હોય તે ગુરૂ કેવા હશે?” સૂરિજીને લેવા સૈનિકો દોડ્યા, પાલખીમાં બેસી ફતેહપુર પધારવા જણાવાયું. સૂરિ : અમે પાદવિહારી, ફક્કડ ગિરધારી. પાલખીઓની બાદશાહી અમને ના શોભે, ચાલતા આવીશું. મહાન જૈનાચાર્યની આચારચુસ્તતા જોઈ પ્રધાન અબુલ ફજલ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. શાહી આમંત્રણ સ્વીકારી, ભાવીના ભવ્ય લાભોનું આર્ષદર્શન કરી, સૂરિજી સિકરી પધાર્યા, શાહી સન્માન સાથે સામૈયુ થયું. ...27...