________________ એક મુસલમાન બાદશાહ જૈન સાધુનું શાહી સન્માન કરે એ કેવો કોમી એકતાનો આદર્શ કહેવાય ! | દરબારમાં પ્રવેશ તો કર્યો. પણ લાલ જાજમ ઉપર ચાલવાનો સૂરિજીએ નિષેધ કર્યો. બાદશાહે મજાકમાં કહ્યું, શું જાજમ નીચે કીડા-મકોડા છે ? રોજ સફાઈ થાય છે. સૂરિજી : કીડા મકોડા હોય કે ન હોય, અમારો આ આચાર છે. આંખે દેખાતી જમીન ઉપર ચલાય, જાજમ ઉપર નહી, કીડી હોઈ પણ શકે. કુતૂહલથી જાજમ ઊપડાવતા કીડીઓની લંગાર જોવામાં આવી. અકબર તો આભો જ થઈ ગયો. શું જૈનસાધુઓ ! શું જેનસાધુઓના સૂક્ષ્મ આચારો ! શું જેનસાધુઓની practical સૂક્ષ્મ દયાભાવના ! આવા મહાન જૈનાચાર્યની કેટલી સૂક્ષ્મ આચારચુસ્તતા અને આત્મ જાગૃતિ, આ સૂક્ષ્મક્રિયા પરત્વેની જાગૃતિ જોઈ અકબર આચાર્ય ઉપર ફીદા ફીદા થઈ ગયો. મનોમન સૂરિજીને ગુરૂપદે સ્થાપી દીધા. પછી તો રોજેરોજની ધર્મચર્ચા દ્વારા આચાર્યશ્રીએ અકબરને ધર્મભાવનાથી પ્લાવીત-ભાવીત કરી દીધો. રોજની 500 ચકલીની જીભ ખાનાર, તીવ્ર કામાસક્ત, લાખો માનવોની નિર્દય કલ કરનાર, સ્ત્રી, બ્રાહ્મણો અને જાનવરોની નિર્મમ હત્યા કરનાર અકબર બાદશાહ અહિંસક બન્યો, સજ્જન બન્યો, ધાર્મિક બન્યો, તે સૂરિજીના તપોમય તેજપૂર્ણ સત્સંગનો જ પ્રભાવ હતો. હવે જૈન કે મુસલમાનપણાની ભેદરેખા ભૂંસાઈ ગઈ હતી. ગુરૂ શિષ્યપણાનો ભાવ પ્રસ્થાપિત થયો હતો. વાતે વાતે રાજ્યના તમામ કાર્યોમાં અકબર સૂરિજીની સલાહ માંગતો, સૂરિજી પણ ધર્મમર્યાદાની અખંડિતતા જાળવી પ્રજાની ઉન્નતિ અને આબાદિ થાય, પરિણામે ઘર-ઘરમાં ધાર્મિકતા વણાઈ જાય, એવી સલાહ-સુચનો ...28...