________________ આવે છે એમાં કઈ વાત એવી છે જે પરમાત્માએ ન બતાડી હોય ? બધું જ બતાડ્યું છે પછી તેનો જ સ્વીકાર શા માટે ન કરવો ? એવી કઈ અગવડતા કે આવશ્યકતા ઉભી થઈ કે, નવા નવા મનઘડંત ધર્મમાર્ગના સર્જન કરવા પડે ? પ્રભુ ઋષભદેવના સમયમાં ભરતના પુત્ર મરીચિએ શારીરિક શિથિલતાને વશ થઈ મધ્યમમાર્ગી ધર્મ અપનાવ્યો હતો, નવો વેશ, નવા વિચાર, નવા આચાર, બધું નવું, છતા મરીચિની એ મહાનતા હતી કે જ્યારે કોઈ ધર્મપૃચ્છા કરવા આવે ત્યારે તેઓ સરળતાથી કહેતા, કે “સાચો ધર્મ ઋષભદેવ પાસે છે, સાચા ગુરૂ તો તેમના પંચમહાવ્રતધારી સાધુ જ છે. હું તો શિથિલ છું. મારામા ધર્મ નથી કે સાચુ સાધુપણું પણ નથી, તમારે સત્યધર્મનો ખપ હોય તો ઋષભદેવ પાસે જાવ.” કેટલી સ્પષ્ટ વાત ! કેવો નિર્દભ એકરાર ! કેટલાય જીવોને પ્રતિબોધિત કરી તેમણે ભગવાન પાસે દીક્ષિત બનાવ્યા. કર્મની વિચિત્રતા કે ભવિતવ્યતાને વશ એકવાર તેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ, દીક્ષા લેવા તૈયાર થએલ કપિલે જ્યારે મરિચિને પૂછ્યું, મહાત્મન્ ! તમારા માર્ગમાં સર્વથા ધર્મ નથી ?" ત્યારે, તેઓ બોલ્યા, વત્સ ! “ધર્મ તો મારી પાસે પણ છે.” શાસ્ત્ર લખે છે, આ વચન મિથ્યા હતું. ઉત્સુત્ર હતું. પોતાનો ધર્મ સગવડીયો હતો, વાસ્તવિક નથી, છતાં કહ્યું, કે મારી પાસે ધર્મ છે. આ ઉત્સુત્ર વચનથી એક કોડાકોડી પ્રમાણ દીર્ઘ સંસાર તેમનો વધી ગયો. પરમાત્માના સ્યાદ્વાદ ગર્ભિત શુદ્ધ અને સાચા માર્ગનો અપલાપ કરી નવા ધર્મને સ્વીકારનારા, તેને જ સત્યધર્મ માનનારાઓએ જરા શાંત ચિત્તે વિચાર કરવો જોઈએ. અન્યથા મરિચીની જેમ ધર્મના નામે જ સંસાર વધી જાય તો નવાઈ નહી. અંતે मन मेला तन उजला बगला सफेद ही रंग बगला से कौआ भला तन मन एक ही रंग // ...175..