________________ 0 પરમાત્માના અનુપમ આશીર્વાદના બળે જ ગણધર ભગવંતો અંતર્મુહર્તમાં ચૌદ પૂર્વના સર્જન કરી શકે છે. “બેટા ! બીજી માતા હવે કરીશ નહી.” દેવકીએ આપેલા આવા મહાન આશીર્વાદથી ગજસુકુમાલ તે જ ભવમાં કર્મમુક્ત બની શક્યા. આવા હજારો દ્રષ્ટાંતો છે. બુદ્ધિમત્તા હોય તો આશીર્વાદ મેળવવાની સાધના કરી લેવા જેવી છે, પણ તે માટે નિઃસ્વાર્થભાવે તનને કચડવું પડશે, મનને મારવું પડશે, સ્વાર્થને તિલાંજલી આપવી પડશે, જાત ઘસીને પરાર્થ કરવાની તૈયારી રાખવી પડશે, થાય એટલે બીજાનું ભલુ કરવાની, બીજાને મદદ –સહાય કરવાની તત્પરતા કેળવવી પડશે, પછી જુઓ, ચારે બાજુથી કેવી આશીર્વાદની હેલીઓ વરસે છે. આ આશીર્વાદનો ખજાનો જીવનને ન્યાલ કરી દેશે. હૃદયમાં કોતરી રાખો કે, મેળવવા જેવી જો કોઈ ચીજ આ દુનિયામાં હોય તો તે એક જ છે આશીર્વાદ. અંતે... આશીર્વાદ સદા સુખદાયી અમૃત કુંભ સમાન, ભરભર પ્યાલા પીઓ મનવા ! જનમ સફલ , જાન... ...67...