________________ way બતાવો, short cut બતાવો, જેથી વિના વિલંબે, વિના વિદને, સીધો જ મોક્ષમાં પહોંચી જાઉં, લીફ્ટની ચાપ દાબીએ અને સીધા ઉપર પહોંચી જઈએ એ રીતે. ગુરૂએ તેની મોક્ષ માટેની તાલાવેલી પારખી લીધી, જવાબમાં કહ્યું, અઠવાડીયા પછી આવજે, અઠવાડિયા બાદ પુનઃ એજ પૃચ્છા, અને ગુરૂનો પણ એજ જવાબ, આમ ત્રણ-ચાર અઠવાડિયા બાદ પેલા ભાઈની અકળામણ વધી, તેને થયું, આ સાધુ મોક્ષમાર્ગના અજાણ લાગે છે, ભોઠ લાગે છે, એટલે ખોટા ધક્કાઓ ખવડાવે છે. હવે તો final ફેંસલો લાવવો પડશે, ગુરૂદેવ ! તમે મોક્ષમાર્ગ જાણતા હોવ તો બતાવો, મુદતો પાડવાનો અર્થ નથી. ના જાણતા હોય તો સ્પષ્ટ ના પાડી દો, તો બીજા ગુરૂ પાસે જઈએ, ગુરૂદેવ : વત્સ ! મોક્ષનો ઉપાય મારી હથેળીમાં છે, પણ તે માટે તારે મારી સાથે રહેવું પડશે, જિજ્ઞાસુ ? મોક્ષ મળતો હોય તો મારે તમારી સાથે રહેવામાં કોઈ જ હરકત નથી. આજથી જ તમારી સાથે ગોઠવાઈ જાઉં છું ઘરે જવાની પણ જરૂર નથી. તે સાધુ સાથે રહી ગયો, બીજા દિવસની સવાર પડી, ગુરૂજી કહે, વત્સ ! આશ્રમમાં ઝાડૂ વાળવાનું છે. કૂવેથી ચાર ઘડા પાણી ભરી લાવવાનું છે. જંગલમાંથી લાકડાની ભારી લાવવાની છે. ઘંટીમાં ઘઉં દળવાના છે. રસોઈ કરવાની છે. ઢોરોને નીર નાખવાનું છે, લીંપણ કરવાનું છે, ઢોરા ચરાવવા લઈ જવાના છે, આ બધુ કામ તું પતાવતો જા, એટલામાં હું જંગલ જઈ આવું છું. મોક્ષાર્થી સાધક તો સાંભળતો જ રહ્યો, એક ક્ષણ તો ડઘાઈ ગયો. તરત જ રોકડો જવાબ આપી દીધો, કે “ગુરુજી, હું મોક્ષ માટે આવ્યો છું, મજુરી કરવા નહી.”