________________ બીજી મિનિટે ઉભી પૂછડીએ ત્યાંથી ભાગી છૂટ્યો, કથાનો ઉપનય ગંભીરતા પૂર્ણ છે, આપણા બધાની મનોદશા પણ આવી જ છે. પૈસા આપો અને ચોકલેટ મળે એટલી સહજતાથી મોક્ષ મેળવવો છે. સિદ્ધિ જોઈએ છે પણ સાધના કરવી નથી. ગુરૂ દ્વારા શક્તિપાત કરાવવો છે પણ ગુરૂસેવા કરવી નથી. પરમાત્માની કૃપાદૃષ્ટિ દ્વારા ચમત્કારોના સર્જન કરવા છે પણ પ્રભુ ભક્તિ કરવી નથી. સાધના કરવી હોય તો સેવા કરવી પડે, ભોગ આપવો પડે, ઈચ્છાઓ કચડવી પડે, આજ્ઞાને શિરોમાન્ય કરવી પડે. તારકતત્ત્વોને પામવા શરીર ઘસી નાંખવું પડે, મનને મારવું પડે, ભોગોને તિલાંજલી આપવી પડે, ભુખ-તાપ-તડકાઓ વેઠવા પડે, “મોક્ષ' “મોક્ષ' નો પોપટીયો પાઠ કરવાથી “મોક્ષ' ના મળે. વાતો મોક્ષની હોય અને ધંધાઓ નરકમાં ધકેલે એવા હોય. આવા દંભીઓનો આજના કાળે તોટો નથી. આચાર વિચારની ઐક્યતા જોઈએ, સિદ્ધિ માટે સાધનાનું સાતત્ય જોઈએ, અભ્યાસ જોઈએ. અંગ્રેજીમાં સુંદર કહેવત છે Victory goes to the one who practices drama. અભ્યાસ વિના નાટક ભજવનારનો ફિયાસ્કો જ થાય, અભ્યાસ વિના સાધના કરનારનો ધબડકો જ વળે, સારાંશ એ છે કે, “મોક્ષ' વિ. પરમ તત્વની પ્રાપ્તિ માટે નાની નાની સાધનાઓ-યોગો-અનુષ્ઠાનોમાં પ્રવૃત્ત રહેવું. કોઈને કોઈ શુભ સાધના કરતા જ રહેવું. નાની નાની સાધનાનો સરવાળો એક દિવસ વિરાટકાય બની “મોક્ષ” ના દ્વાર અવશ્ય ખટખટાવશે. અંતે गीरे वो ही जो सहजवार बनकर चले वो क्या गीरे जो घुटनोके बल पर चले ? * * * * * .10...