________________ વગર ગમે ત્યારે (અડધી રાત્રે પણ !) આહાર-પાણીનો અનાસક્ત ભાવે ઉપભોગ કરી આત્મધ્યાનની મસ્તી માણી રહી છું.” આવા તો કેટલાય બિચારા નિર્દોષ-ભદ્રિક લોકો આ માયાજાળમાં ફસાઈ પરમાત્માના સત્ય માર્ગથી ભ્રષ્ટ થઈ રહ્યા છે, તેની ઉપર કરૂણા કરીએ એટલી ઓછી છે. કોણ સમજાવે, કે નીતિ નિયમ તો જાનવરોને ના હોય, નીતિ નિયમના કારણે જ માણસ જાનવરથી અલગ તરી આવે છે. બીજુ પરમાત્મા મહાવીર દેવના જીવે પચ્ચીસમાં નંદન ઋષિના ભવમાં એક લાખ વર્ષ ચારિત્ર પાળ્યું હતું. તે દરમ્યાન પ્રભુએ જીવનભર માસક્ષમણના પારણે માસક્ષમણ કર્યા હતા, કુલ અગ્યાર લાખ એંસી હજાર છસો પીસ્તાલીસ માસક્ષમણ પ્રભુએ એક જ ભવમાં કર્યા હતા. અને લખલૂટ કર્મનિર્જરા સાધી હતી. બીજી વાત છે, “ભગવાન” કોને કહેવાય ? “પરમાત્મા' કોને કહેવાય ? “પ્રવર્તમાન પ્રગટ જ્ઞાની પુરુષ' કોને કહેવાય ? શું સીમંધર સ્વામી ભગવાને આ બધી પદવીઓ અર્પણ કરી છે ? શું સીમંધર સ્વામી ભગવાનના દેવતાઓએ આ પદવી દાન કર્યા છે ? કે લોકોની આંખમાં ધૂળ નાખી જાતે જ પદવીધર બની ગયા છે ? પદવીદાતા કોણ ? પદવી લેનારની યોગ્યતા શું છે ? બધુ લોલંલોલ ચાલે છે. ગોશાળો પોતાની જાતને સર્વજ્ઞ માનતો હતો (જો કે, જીવનના અંતિમ કાળે તેણે પોતાના દંભી જીવનનો એકરાર કરી લીધો હતો) જમાલી પોતાની જાતને-પોતાના જ્ઞાનને પ્રભુવીર કરતા શ્રેષ્ઠ માનતા હતા, શું પોતાની જાતે આવા વિશેષણોના પુછડા લગાડી દેવા માત્રથી ભગવાન કે સર્વજ્ઞ થઈ જવાય ? મહોરા બદલવાથી જાત બદલાતી નથી, આવતીકાલે તો શું પણ પછીની મિનિટે શું થવાનું છે ? તેનું ય જ્ઞાન ન હોય ને પોતાની જાતને પ્રગટજ્ઞાની માને, આના જેવું અગ્યારમું આશ્ચર્ય બીજુ શું હોઈ શકે ? ભગવાનની પૂજાનો નિષેધ કરવો, પંચમહાવ્રતધારી શુદ્ધ આચાર સંપન્ન, વિશ્વની અજાયબી સમા, ગુરૂ ભગવંતોની સેવા ભક્તિથી લોકોને વિમુખ .171..