________________ બનાવી, બધાજ પ્રકારના દુન્વયી-ભૌતિક ભોગસુખની ભરમાળમાં રાચતી પોતાની જાતની અષ્ટપ્રકારી પૂજા, નવાંગી પૂજા કરાવવી, આના જેવો પ્રપંચ બીજો શો હોઈ શકે ? એક બાજુ સીમંધરસ્વામી પાસે પ્રાર્થના કરવાની કે, હે ! સીમંધરસ્વામી ભગવાન ! મારા ઉપર એવી કૃપા વરસાવો કે મારો શરીર-સ્વજનાદિ સાથે ભેદભાવ તુટી જાય, મને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાવ, અલિપ્તભાવ-અનાશક્તભાવ પ્રાપ્ત થાવ, જ્યારે બીજી બાજુ પોતાના જ જન્મોત્સવ ઠાઠમાઠથી ઊજવવાના, આના જેવો વદતો વ્યાઘાત બીજો શો હોઈ શકે ? અભેદભાવની પ્રાપ્તિ માટે દુન્વયી પદાર્થો પ્રત્યે જળહળતો વૈરાગ્યભાવ જરૂરી છે. પોતાની હયાતીમાં પોતાના જ ભક્તો દ્વારા પોતાના જ જન્મોત્સવ ઠાઠમાઠથી ઊજવવામાં રાગભાવ પોષાય કે વૈરાગ્યભાવ ? આમાં તો વૈરાગ્યભાવ પણ લાખો યોજન દૂર રહે છે તો અભેદભાવની તો વાત જ શું કરવી ? હાથીના દાંતની જેમ ચાવવાના જૂદા હોય અને બતાવવાના જૂદા હોય તેવી સ્થિતિ સર્જાય છે. વાતો કરવાની અભેદભાવની અને પ્રવૃત્તિ કરવાની રાગભાવ પોષક. કલ્પસૂત્રમાં દશ અચ્છેરાની વાત આવે છે. અનંતકાળે કો'ક અવસર્પિણીમાં આવા અચ્છેરા સર્જાય છે. દશમાનું એક અચ્છેરૂ છે “અસંયતની પૂજા'' અર્થાત્ પૂજા સયત આત્માઓની જ થાય, અસંયતોની નહી, છતાં દશમા શિતલનાથ ભગવાન અને અગ્યારમાં શ્રેયાંસનાથ ભગવાનના સમયમાં અસંયમીઓની પણ પૂજના થઈ, અને તેની અચ્છેરામાં ગણતરી કરવામાં આવી છે. અસંયતિ પૂજાના અગ્યારમાં આશ્ચર્ય રૂપ” આવા વિશેષણનો અર્થ શું ? કોઈને વિચારવાનો સમય છે ? “અગ્યારમાં આશ્ચર્ય રૂપ” પોતે થયા. તો દશ આશ્ચર્ય માન્ય છે ને? “અસંયતિ પૂજા' તો દશ આશ્ચર્યમાં સમાવિષ્ટ છે, તેને અગ્યારમું આશ્ચર્ય ગણવાની જરૂર શું ? પોતે, પોતાની પૂજાને, આશ્ચર્ય રૂપ, જાહેર કરવી ! એ પણ એક આશ્ચર્ય જ કહેવાય નહી ! ...૧૭ર...