________________ આંખ આડા કાન કરવા પડે. પાણીના ગહન પડલો ભેદવા પડે, ભરતીઓની થપાટ ખાવી પડે. જાનના જોખમે સાહસ ખેડવા પડે. તો રત્નો મળે, નિશ્ચિત મળે. કારણ તેમાં રત્નો છે જ... મૂળને શોધવા ધરતીના પડલો ભેદવા પડે. સૂરજને શોધવા વાદળના પડલો ભેદવા પડે. રત્નોને શોધવા પાણીના પડલો ભેદવા પડે. તેમ... આત્માના અનુત્તર સુખને શોધવા અજ્ઞાનતાના પડલો ભેદવા પડે, અહંકારના પડલો ભેદવા પડે. અજાગૃતિના પડલો ભેદવા પડે. એક ગહન તત્વ અંદર છુપાએલું છે. જેના પ્રભાવની સીમા નથી. જેના સુખની કમીના નથી. જેના પ્રકાશનો અંત નથી. આજે આ મૂળતત્વ અજ્ઞાનતાની ધરતીમાં ધરબાઈ ગયુ છે. આજે આ પ્રકાશપુંજ અહંકારના વાદળોમાં દટાઈ ગયો છે. આજે આ કિંમતી રત્ન અજાગૃતિના વમળમાં ફસાઈ ગયું છે. અજ્ઞાનતા, અહંકાર અને અજાગૃતિ આ ત્રણ દોષ સાધનાપથમાં પત્થર સમાન છે. અંધકાર, વાદળ, કચરા-ઉકરડાઓ, પહાડો, ખડકો, નદીનાળાઓ, ધૂમાડાઓ આ બધુ ઉલેચવાનું છે. ધીમે ધીમે સદ્ગુરૂની કૃપા પામી અજ્ઞાનતાના થરો ભેદવા પડશે. "I am Nothing" ની અનુભૂતિ પામી અહંકારના વાદળો વિખેરવા પડશે, પળેપળની જાગૃતિ કેળવી બેભાનપણાના જલથરો પાછા ઠેલવા પડશે તો જ અંદરના એ ગહન તત્વને પામી શકાશે. આત્મા છે. એક દિવ્ય જ્યોતિ અંદર ઝળહળે છે. જેને પામવા હિંમત જોઈશે. સાહસ જોઈશે, ધીરજ જોઈશે. ...12...