________________ સાપ જેવી ડંખીલીવૃત્તિ હોય. એ જ વાઘ વરૂ જેવી ક્રૂરતા હોય. એ જ ઊંટ જેવી વક્રતા હોય. ખાવાની લાલસા ઓછી થતી ના હોય. રાગ દ્વેષની ઉત્કટતા અકબંધ હોય. સ્વાર્થની જડ એવી જ મજબૂત હોય. ઈર્ષ્યા અને અહંકાર ડગલેને પગલે નડતા હોય, ટુંકમાં, દોષો અને દુર્ગુણો આટલે ઉંચે આવ્યા પછી ઓછા થવાનું નામ ના લેતા હોય તો કહી શકાય કે, ભવ જ બદલાયો છે, ભાવ નહીં. ગતિ જ બદલાઈ છે, મતિ નહીં. સંસાર જ બદલાયો છે, સંસ્કાર નહી. સુંદર અવતારનો નવીન સુર્યોદય થયો છે પણ પ્રકાશ નથી. ફૂલ ખીલ્યું છે પણ સુવાસ નથી. ઊંચા સ્થાનને પામ્યા પણ જીવનની સાર્થકતા નથી, એટલે આને અર્ધ જાગૃત અવસ્થા કહી શકાય. ઘણી મહેનતે ઘણો માર ખાધા પછી સુંદર માનવ ખોળીયું મળતા. બુદ્ધિનો વિકાસ થયો, ઇંદ્રિયો સતેજ મળી. વિચારશીલ મન મળ્યું. સાથે સાથે દેવનું શરણ મળ્યું. ગુરુનો સમાગમ મળ્યો. ધર્મની સમજ મળી. વાસ્તવિકતાનો પર્દાફાશ થયો. સંસાર અને મોક્ષ.. સુખ અને દુઃખ, પુણ્ય અને પાપ... ધર્મ અને કર્મ... ગુણ અને દોષ... હિત અને અહિત... આદેય અને ઉપાદેય... આ બધાનું ભાન થયું. કેટલી ઊંચી ભૂમિકાએ આવી ગયા ! હવે આપણે બાળક નથી, બધી જ રીતે પ્રોઢ છીએ. હવે અજ્ઞાત નથી, બધી રીતે જ્ઞાત છીએ. હવે અંધારામાં નથી, પૂર્ણ ઉજાશમાં છીએ.. પૂર્ણ જાગૃત અવસ્થામાં છીએ. માટે જ જાનવરની જાતને શરમાવે એવી કોઈપણ પ્રકારની અસ–વૃત્તિ કોઈ પણ રીતે ક્ષમ્ય ગણી શકાય જ નહીં. અંતેમનુષ્ય કાયા નથી મોજ માટે ઘડી નથી તે પશુ પક્ષી ઘાટે અખંડ સ્વર્ગે સુખ આપનારુ કરો કરો કોઈક કામ સારું. * * * * * ...141...