________________ ક્યાં રે જવુ હતુ ને ક્યાં જઈ ચડ્યા રાજા જંગલમાં શિકારે નીકળ્યો. ભુલો પડ્યો. એક ભિલે તેને મદદ કરી. રઝળપાટમાંથી ઉગારી લીધો. ખુશ થયેલા રાજાએ બદલામાં ચંદનના વૃક્ષનો એક બગીચો ભિલ્લને ભેટ આપ્યો. ભિલે તે બગીચાના લાકડા કાપી કોલસા બનાવી વેચવાના શરૂ કર્યા. ટુંક સમયમાં જ બગીચો ઉજ્જડ. લાકડા ખલાસ... ચંદનના વૃક્ષનું માત્ર એક લાકડું બચ્યું હતું. ભિલ મૂળ સ્થિતિમાં આવી ગયો. અચાનક રાજા ત્યાં આવી ચઢ્યો.... ઉદ્યાનની ઉજ્જડતા જોઈ આભો બની ગયો. અરે ભિન્ન ! ચંદનના લાકડાઓ ક્યા ? શું કર્યું ? કેટલી સમૃદ્ધિ બનાવી ? ભિલ્લ કહે - લાકડાનાં કોલસા કરી વેચી દીધા. પૈસા વાપરી નાખ્યા. રાજા કહે - અરે મુરખ ! લાકડા કોલસા બનાવવા વાપર્યા ? એક એક લાકડાં હજારોની કિંમતના હતા. જા, પંસારીની દુકાને લાકડું લઈ જા. વેચી જો, કેટલી કિંમત ઉપજે છે, જો... બચેલું લાકડું વેચ્યું. હજારો રૂપિયા આવ્યા. ભિલને ભુલનું ભાન થયું. દયાળુ રાજાએ બીજું ઉદ્યાન આપ્યું ભિલ ન્યાલ થઈ ગયો. સુંદર માનવનો અવતાર, પાંચ ઈદ્રિયો, તારક દેવોનું શરણ, પવિત્ર ગુરુનો સત્સંગ, ઉદ્ધારક ધર્મની પ્રાપ્તિ, કલ્યાણ મિત્રોનો સહવાસ, પુણ્યજનિત સામગ્રીઓ, સ્નેહાળ સ્વજનો-પરિજનો, આ છે આપણું જીવન ઉદ્યાન. પરમાત્મા તરફથી લીલાછમ જીવનબાગની ભેટ મળી. પણ ભિલની જેમ તેની કિંમત ના સમજી શક્યા. મળેલી તમામ સુંદર સામગ્રીનો દુરુપયોગ કરીને જીવનના બાગને વેરણ છેરણ કરી નાખ્યું. મોક્ષસાધનાના બદલે ભોગસાધનામાં શરીરનો ઉપયોગ કર્યો. પુણ્યથી મળેલી સમૃદ્ધિને પાપસ્થાનોમાં વેડફી નાખી. ગુણશ્રવણના બદલે માદક ગીતોનું શ્રવણ કરીને કાનને અભડાવ્યા. પરમાત્માના દર્શનની મોજ માણવાના બદલે પરસ્ત્રીઓના દર્શનમાં આંખોને અભડાવી. મુફલીશ ચિંતાઓમાં મનને કાળુમેશ કર્યું. ધર્મતત્વની વાતો બાજુએ મુકી પારકી પંચાતમાં જીભને ઢસળવા દીધી. ...142...