________________ પડે, તેના ખર્ચા કાઢતા માબાપના નાકે દમ આવી જાય છે. માબાપને અંગ્રેજી આવડતું ન હોય એટલે તે છોકરાને શિખડાવવા માટે પોતે અંગ્રેજી શીખવા બેસવું પડે. છોકરાને ભણાવતા માબાપના મગજના દહીં થઈ જાય. વળી ગુજરાતી શાળાઓમાં ક્યાં અંગ્રેજી વિષય નથી. જરૂર પુરતું જ શીખાડવામાં આવે છે. ગુજરાતી માધ્યમમાં ભણેલા હજારો વિદ્યાર્થીઓ આજે ફોરેનમાં મજેથી જીવે છે. કહેવાય છે કે, છોકરો ફોરેન જાય તો અંગ્રેજી કામ લાગે, અંગ્રેજી માધ્યમમાં ભણેલા કેટલા છોકરા ફોરેન જવાના ? કેટલા પરસન્ટેજ ? ભવિષ્યના આવા બેકાર વિચાર કરીને શા માટે છોકરાઓની જીંદગી સાથે જુગાર રમવાના કામ થાય છે ? તે સમજાતું નથી. જાપાનમાં જાપાનીઝ ભાષા જ છે. અને ચાયનામાં ચાયનીઝ. દરેક રાષ્ટ્રને પોતાની રાષ્ટ્રીય ભાષાનો ને દરેક રાજ્યને રાજકીય ભાષાનું ગૌરવ હોવું જ જોઈએ. તેમાં જ તેનું આત્મસન્માન છે. આપણી માટે અંગ્રેજી ભાષા એ પારકી ભાષા છે. પારકી ભાષામાં વિકાસ શક્ય નથી. શક્તિઓ ખીલવાને બદલે કુંઠિત થતી જાય છે. જેમાં વિસ્તાર હોય છે. ઊંડાણ નહીં. તેમાં વાછટાનું પ્રદર્શન થશે. હૃદયની લાગણી કે ભાવોર્મિના દર્શન કદાપિ શક્ય નથી. માના દૂધ જેવી માતૃભાષા જ મનને ભાવવાહી અને પ્રતિકારક્ષમ બનાવી શકે છે. ભાષાની સીધી અસર સંસ્કાર ઉપર પડે છે. ઈંગ્લેન્ડમાં વસતા ભારતીયો સખેદ કબુલે છે કે આફ્રિકામાં વસીને અમે સંપત્તિ ખોઈ, અને અહીં આવ્યા બાદ અમે સંતતિ ખોઈ. સંસ્કારવિહોણી સંતતિ મૃતપ્રાય છે. અંગ્રેજી ભાષા પર પ્રહાર કરવાનો કોઈ આશય નથી. પણ કોન્વેન્ટ સ્કૂલના જે કાવત્રા છે, માબાપોનું શક્તિ ન હોવા છતાં અંગ્રેજી ભાષા પ્રત્યેનું જે ગાંડપણ છે તે વખોડવા લાયક છે. * મલાડના ખ્યાતનામ ડો. પાસે એક બેન આવ્યા. કહે આ દિકરાને દર મહિને તાવ આવે છે. ઘણા ઘણા ઉપાયો કર્યા છતાં તેમાં પરમેનન્ટ રાહત નથી. ડોક્ટરે તપાસ્યા બાદ કહ્યું કે ગુજરાતી મિડિયમ છે કે ઈંગ્લીશ ? ...155...