________________ આપણી આંખ સામે છે ઈંદીરા ગાંધીની કરપીણ હત્યા, આંખ સામે છે ફડચે ફડચા બોલાઈ ગએલો રાજીવ ગાંધીનો પાર્થીવ દેહ, આંખ સામે છે Bomb blast માં ઘડીના છઠ્ઠા ભાગમાં હતુ ન હતુ થઈ ગયેલ પંજાબના પ્રાઈમ મિનિસ્ટરનું અસ્તિત્વ. ન અબજો રૂપિયા તેમને બચાવી શક્યા, ન સ્ટેનગનધારી Z કેટેગરીના બોડીગાર્ડો તેમની રક્ષા કરી શક્યા, ન તેમના હિતેચ્છુઓ કશુ કરી શક્યા, શું સાથે લઈ ગયા ? સામ્રાજ્ય ગયુ, સત્તા ગઈ, કાગળની નોટો બેંકોમાં રહી ગઈ, યાવત્ શરીર પણ છુટી ગયું. સત્તા, સમૃદ્ધિ, સામ્રાજ્ય, સન્માનો સુરા અને સુંદરીઓ આ બધી ઝાકઝમાળોમાં અંજાઈ જવા જેવું નથી. આ બધું આપણું નથી, પારકું છે. આ બધું આજે છે ને કાલે નથી. સત્તાની સાઠમારીઓ અને સમૃદ્ધિના ઢગલા ઉભા કરવાની ભ્રામક પ્રવૃત્તિને મહત્વ ના આપવું. અનંત ભવિષ્યકાળમાં પાથેય બની સાથ આપે એવો આત્મલક્ષી અભિગમ અપનાવવો. * આચાર્ય જિતેન્દ્રસૂરિ મ. કહે - મને બધા સાથે રહેવુ ફાવે. પછી ભલેને તે ભડભડતો ક્રોધનો અંગારો કેમ ન હોય, તાડના ઝાડ જેવો અક્કડ કેમ ન હોય, સાપણ જેવો વક્ર કેમ ન હોય કે સાગર જેવો દુપુર કેમ ન હોય. એક દિવસ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા તેમને કહે, તમે આ સાધુ સાથે ચાતુર્માસ જશો ? (તે સાધુનો સ્વભાવ ક્રોધબહુલ હતો. સ્વભાવદોષના કારણે કોઈ પણ સાધુને તેમની સાથે લગભગ Seting થતુ નહી) જિતેન્દ્રસૂરી : ખુશીથી જઈશ. સાહેબજી : ફાવશે ? તેમનો સ્વભાવદોષ જાણો છો ને ? જિતેન્દ્રસૂરિ : નહી કેમ ફાવે ? ભલે હું મોટો હોઉં, પણ તેઓ જેમ કહેશે તેમ હું કરીશ, તેમ હું રહીશ, તેમને મોટા ભા કરીશ. તેમનો પડતો બોલ ઝીલીશ. તેમને અનુકૂળ થઈને રહીશ. પછી કેમ ન ફાવે? આ રીતે રહેવામાં મારૂ શું લુંટાઈ જવાનું છે ? સાહેબજી તો સાંભળતા *..24..