________________ જ રહ્યા, બંનેને ચોમાસુ મોકલ્યા, અને લેશમાત્ર સંઘર્ષ વિના ખૂબ પ્રેમથી ચાતુર્માસ સફળ કરી આવ્યા. આપણા સ્વભાવ અને માન્યતા મુજબ બીજાને કેળવવાના હોય ત્યાં સંઘર્ષ થયા વિના રહેતા નથી. બીજાના સ્વભાવ અને માન્યતા મુજબ આપણી જાતને કેળવવામાં સંઘર્ષ થાય એ કોઈ કાળે શક્ય નથી. બીજી એક મહત્વની વાત, બાહ્ય પરિસ્થિતિનો સ્વીકાર હજી સરળ છે. બીજાની મનસ્થિતિનો આવકાર ઘણો કઠણ છે. * વૈશાખ મહિનાની 45/46 ડીગ્રી બહારની ગરમી હજી સહી શકાય પણ બીજાના મનની ગરમીને સહેવી ઘણી કઠણ છે. * પોષ મહિનાની કડકડતી ઠંડીમાં સમતા રાખી શકાય પણ બીજાના કાર્યની ઢીલાશમાં સમતા કઠણ છે. * વરસતા વરસાદમાં ચાર મહિના એકસ્થાને બેસી શકાય. પણ સામેથી વાચ્છાણો કે ગાળોનો વરસાદ થતો હોય ત્યારે Keep-mum કઠણ હોય છે. ઊંચા નીચા ખાડા ટેકરાવાળા ઝુંપડામાં રહી શકાશે પણ બીજાના ઊંચા નીચા બરછટ વર્તનનો સામનો કર્યા વગર નહી રહેવાય. * સાંકડા મકાનમાં અનેકની વચ્ચે રહી શકાશે. સાંકડા મનવાળાને અંતરમાં સમાવી નહી શકાય. * આકરા તપથી શરીર કસી શકાશે. બીજાના આકરા તાપથી મન કરવું કપરૂ છે. પંદર કલાકનો સ્વાધ્યાય થઈ શકશે પણ વિશિષ્ટગુણીયલ વ્યક્તિની પ્રશંસા સાંભળી અંતર બળી જતુ અટકાવી નહીં શકાય. એટલે બીજાના મનને અનુકૂળ થવું એ મોટી સાધના છે. જીવનસંગાથીઓ સાથે નિર્ભેળ અને નિસ્વાર્થ લાગણીસભર પ્રેમભાવથી રહેવું એ મોટી સાધના છે.