________________ મુકી છે. કુમાર-કુમારીકાઓના હીર-નીર સાફ થઈ જતા હોય છે. નોકરી કરતી કન્યાઓ, સ્ત્રીઓ, હવસખોર રાક્ષસોના વિકૃત પંજામાં સરળતાથી ફસાઈ જતી હોય છે. મોડી રાત સુધી અશ્લિલ ચેનલોને આંખ ફાડી ફાડીને જોઈ જીવનના Vital power નો ખુરદો બોલાવી દેવામાં આવી રહ્યો છે. સ્કુલો, કોલેજો, સરકારી સંસ્થાઓ, ઓફિસો, હોટેલો, બેંકો, યત્ર તત્ર સર્વત્ર સ્ત્રીપુરૂષના સહઅસ્તિત્વથી વિકૃતિનો દાવાનળ ભભૂકી ઉઠ્યો છે. “સ્ત્રીને સમાન હક્ક'' “પુરૂષ સમોવડી સ્ત્રી” “સ્ત્રીની શક્તિને બહાર લાવો.' વિ. વાતો કોઈ સ્ત્રી હિતેચ્છુઓની નથી પણ હવસખોર માનસની વિકૃત પેદાશ છે. પુરૂષ સમોવડી બનવા જતા સ્ત્રી બજારૂ બની ગઈ છે. તેનું શીલ ચુંથાઈ ગયું છે, તેનું જીવન લુંટાઈ ગયું છે, તેનું શરીર પણ પીંખાઈ ગયું છે. ખાન-પાન, વેશ-પહેરવેશ, હરવા-ફરવા, રહેણી-કરણી, બોલચાલ તમામ સ્તરે મર્યાદાઓના સીમાડા તુટતા વાસનાની નદીના ઘોડાપુર ઉમટવા લાગ્યા છે. લાજ શરમ, મર્યાદા, આચારસંપન્નતા, ક્ષોભ આ મહાન ગુણોના દર્શન દૂર્લભ પ્રાયઃ થઈ ગયા છે. ભલે દૂનિયા ગમે તેટલી આગળ વધતી જણાય. પણ મર્યાદાભંગના દુષ્પરિણામો દરેકને આ ભવમાં જ ભોગવવા પડશે, પરલોકમાં તો જવાબ આપવો ભારે પડી જશે. થોડી મજા, થોડા ભોગ સુખો, થોડા જલસા ખાતર જીવન બરબાદ કરવાની મુર્ખામી કરવી ઉચિત નથી. દુનિયા હજી ચેતી જાય તો સારું છે. બાકી પતનની અગાધ ખાઈમાં ગબડ્યા પછી અસ્તિત્વની નોંધ મળવી પણ મુશ્કેલ બની જશે. જેટલે અંશે આચાર મર્યાદાઓ તુટવાની એટલા દુઃખો અને હારાકીરીઓ ભોગવવા જ પડવાના. પતનના ગર્તામાં પગ સરકી જાય એ પહેલા આંખ ઉઘડી જાય તો ઘણું સારું છે. અંતે पर नारी एसीत धुरी तीन ठोर से खाय धन छीजे जीवन हरे मुआ नरन ले जाय / * * * * * ...139...