________________ કેડબરી, પીપર, ચોકલેટ, રમકડાં, આજ છે બાળકોનું સર્વસ્વ. આનાથી આગળ વિચાર જ નહી, તેથી આનાથી ઉંચી માંગણી જ નહી. આપણે 25/50 કે ૭પ વર્ષના બાળક જ છીએ. પરમાત્મા પાસે શું માંગણી કરીએ છીએ ? છોકરા છોકરીઓને ઠેકાણે પાડી દો, ધંધામાં બરકત લાવી દો. શેર બજારનો Index ઉંચો લાવી દો. ફલાણી કંપનીની Agency મને અપાવી દો. ક્રિકેટમાં ઈન્ડીયાને જીતાડી દો (India પાછળ રૂપીયા લગાવ્યાં છે.) પ્રતિસ્પર્ધીને તમારી પાસે લઈ લો. શરીરમાં ઘર કરી ગયેલા રોગો દૂર કરો. પત્નિનો સ્વભાવ સુધારી દો. બે/ચાર રોટલી વધુ ખાઈ શકે તેવી શક્તિ આપો. વિરોધીઓને બરાબર પર્ચા બતાડી દો. જુગાર કે આંકડામાં favourable પાના આવવા દો, જોઈ, આ માંગણી !... કેવી સંકુચિત મનોદશા? કેવા સ્વાર્થના નાના કુંડાળા ? કેવી Narrow દ્રષ્ટિ ? આનાથી આગળ વિરાટ દુનિયા છે. વિરાટ ભાવી છે. અનંતની યાત્રા છે. પણ તેનો વિચાર જ નથી. માંગણી શું થાય ? બાળકમાં અને આપણામાં દેખાય છે કોઈ ભેદ રેખા ? બાળક ઢીંગલી માંગે, આપણે રૂપાળી પત્નિ, બાળક ચાર આના માંગે, આપણે કરોડો રૂપીયા, બાળક રમકડાં માંગે, આપણે રાચરચીલું. આપણી દ્રષ્ટિએ બાળક Short sighted છે. જ્ઞાનની દ્રષ્ટિએ આપણે એવા જ Short Sighted છીએ. માંગી માંગીને આજ માંગવાનું ? સંતો પણ પ્રાર્થના કરે છે, યાચના પણ કરે છે. પ્રભુ ! શરીરનું ભેદજ્ઞાન કરાવી અમને આત્મલક્ષી બનાવો. આ લોકનું ભ્રમજ્ઞાન દૂર કરી પરલોકપ્રેક્ષી બનાવો. ભોગવાહનની ભ્રમણા ભાંગી યોગ મસ્તીમાં રમાડો. અજ્ઞાનતાના અંધારા ઉલેચી જાગૃતિનો પ્રકાશ રેલાવો. દુન્વયી સુખની લાલસા તોડી દિવ્ય સુખ દેખાડો. વૈભવ વિલાસની આસક્તિ તોડી વૈરાગ્યનો રસાસ્વાદ ચખાડો. સંસારના દુઃખદ ઝુપડામાંથી મુક્તિના મહેલમાં વસાવો. આ છે પ્રાણ પ્રેરિત દોડ, આત્મલક્ષી દોડ, વિરાટ તરફી વિકાસ યાત્રા. .90...