________________ દાસીને કડકમાં કડક ફાંસીની સજા કરવાનું નક્કી થયું. લોકોમાં વાત ફેલાઈ ગઈ, લોકમાં એક જ ચર્ચા છે, આવી મામુલી ભુલની આવી કડક સજા હોતી હશે ? પણ, રાજા વાજાને વાંદરા. રાજાને કહેવાની હિંમત કોણ કરે ? ફાંસીનો દિવસ નક્કી થયો, હજારોની મેદની જમા થઈ ગઈ, બધાને દાસી ઉપર દયા છે, પણ બધા હેલ્પલેસ. આશ્ચર્ય એ વાતનું હતું કે, ફાંસીના માંચડા તરફ દાસી આગળ વધે છે તેમ તેના મુખ ઉપર રુદન, ખેદ કે વ્યથાને બદલે હાસ્ય છે, જોરજોરથી દાસી હસી રહી છે. બધાને અચરજ થયું. દાસી પાગલ તો નથી થઈ ગઈ ને ? મોત સામે છે છતાં ખડખડાટ હસી રહી છે ? મોતનો જાણે કોઈ ભય જ નથી. રાજા રાણી પણ વિચારમાં પડી ગયા. રાણી કહે, મોત સામે છે ને તમે હસવું આવે છે ? દાસી કહે, તમારા ઉપર હસવું આવે છે. રાણીનો ગુસ્સો આસમાને ચઢ્યો, “મરતા મરતા ય ચરબી ઓછી થતી નથી.” મારામાં એવું શું છે કે હસવું આવે છે ? દાસીએ હાડકાં થીજવી નાખે અને આંખ ઉઘાડી નાખે એવો જવાબ આપ્યો, રાણીબા ! ખોટું ના લગાડો તો મારા મનની વાત કહી દઉં. રાણી કહે, ખુશીથી કહે. દાસી કહે, ફાંસીના માંચડે જતા મને એક વિચાર આવી ગયો કે અડધા કલાકની શય્યાની મજા માણવામાં જો મોતની સજા થતી હોય તો આખી જીંદગી આ શય્યાની મજા માણનારનું શું થશે ? મને મોતનો ભય નથી પણ તમારી ચિંતા થાય છે. આ સાંભળીને હજારોની મેદનીમાં સન્નાટો છવાઈ ગયો, રાણીનો ગુસ્સો પણ ઓસરી ગયો, દાસીની માર્મિક વાત રાણીના ગળે ઉતરી ગઈ. રાણીએ દાસીને અભયદાન આપ્યું. તેને ભેટી પડી. નિખાલસ હૃદયે કહેવા લાગી, “દાસી ! તારી વાત સાચી છે. તે મારી આંખ ઉઘાડી દીધી છે. મારો સત્તાનો કેફ ઉતારી નાખ્યો છે. મારી જીવનદિશા-જીવનદશા ફેરવી નાખી છે, આજથી તું મારી દાસી નહીં, તું મારી ગુરુ... મને માફ કર, નાની ભૂલની મોટી સજા કરી, મેં તને હડાહડ અન્યાય કર્યો છે, મને માફ કર.” ...161...