________________ પાછળનો કોઈપણ જાતનો વિચાર કર્યા વિના પોતાના માસુમ બાળકોને મેકોલેના કતલખાનામાં ધકેલી રહ્યા છે, તેનું મુખ્ય કારણ છે દેખાદેખી', પડોશીનો છોકરો અંગ્રેજીમાં ભણતો હોય તો મારો કેમ ન ભણે ?' પડોશીનો બાળક ફર્ફ અંગ્રેજી ફાડતો હોય તો મારો કેમ ન બોલે ?' અંગ્રેજી શિક્ષણ પામેલો છોકરો સ્માર્ટ હોય છે, તેના આગળ ગુજરાતી છોકરો બબુચક જેવો લાગે, આવી આવી અનેક ભ્રમણા અને ગેરમાન્યતાને કારણે છોકરાને ત્યાં ધકેલવામાં આવે છે. ત્યાં મુકવામાં વડીલોની જે કરૂણ હાલત થાય છે તે સાંભળતા કંપારી છુટી જાય છે. પ્રથમ તો પ્રવેશ માટે ડોનેશન જોઈએ. અંગ્રેજી મીડીયમમાં ભરાવો ઘણો અને સ્કુલો ઓછી, જેથી ભ્રષ્ટાચાર માઝા મુકે તે સહજ છે. વધુમાં વધુ પૈસા ખવડાવીને પ્રવેશ મેળવો, બાપ દેવું કરીને મા ઘરેણા વેચીનેય ડોનેશન આપે છે, તે પણ, આકંડા સાંભળીને ચકકર આવી જાય એવુ અધધધ ડોનેશન... વાલકેશ્વરમાં રહેતા એક બહેન કહે સાડા ત્રણ વર્ષની દિકરીને કે.જી.માં મુકવાના આઠ લાખ માંગે છે. શું કરવું ? જેવી સ્કુલ તેવું ડોનેશન (લાંચ), જે ડોનેશનની કિંમતમાં ગઈ પેઢી કોલેજ સુધીનું અધ્યયન પૂર્ણ કરી શકતી હતી. વળી ગાંડપણ જાણી હસવાનું મન થાય કે જેમ ડોનેશનની કિંમત વધારે તેમ મા-બાપ વધુ ફુલાય છે, મેં તો ચાર પેટી આપી, તો બાજુવાળો કહે, મે તો આઠ પેટી આપી. બીજું અંગ્રેજી માધ્યમના કપડા, ચોપડા અને તે સિવાયના કમરતોડ ખર્ચા હોય છે, છોકરો ચોપડાની બેગ લઈ જતા હાફી જતો હોય છે. ભણવાનું થોડું ને નખરા ઝાઝા, જેવી દશા હોય છે, રોજ ટીચરો ડિમાન્ડ કરતી હોય છે, આજે આ લાવો તો કાલે તે લાવો, બિચારો સામાન્ય ને પગારદાર માણસ કેવી રીતે આ બોજ ઉઠાવી શકે ? માટેજ અંતરની લાગણીથી તેમને કહેવાનું મન થાય કે ભાઈ ! રહેવા દે, આવા અભરખા તારે કરવા જેવા નથી, તારી કમર તોડી નાખશે. અંગ્રેજી માધ્યમની કોન્વેન્ટ શાળાની રગેરગમાં ક્રિશ્ચન કલ્ચર ભરેલું ...151...