________________ ફાડી નાંખશે, મારી નાખશે, નિર્દોષ જીવની નિર્મમ હત્યા થશે. એટલે તેઓ મૌન રહ્યા. સાધુના મૌનથી સોનીનો રોષ આસમાને ચડ્યો. શિક્ષા કરવા ચામડાની વાઘરને પાણીમાં પલાળી સાધુના માથે વીંટી દીધી. સાધુને તડકામાં રાખ્યા. જેમ જેમ તડકાથી વાઘરનું પાણી શોષાય, તેમ તેમ વાઘર ફીટ થતી જાય. માથાને તાણતી જાય. | સોનીના પરિષહનો સાધુએ પ્રતિકાર ના કર્યો. આનાકાની ના કરી. કર્મની ભેટ સમજી પ્રસંગને સહજ સ્વીકારી લીધો. અર્થાધતા કેટલી ખતરનાક છે ? માસક્ષમણના તપસ્વી, મહાસંયમી એવા સાધુને શિક્ષા કરવામાં સોનીને કોઈ ખચકાટ ના થયો. થોડી ક્ષણો પૂર્વે કેવો અલૌકિક આદરભાવ હતો ! અને થોડી જ ક્ષણોમાં કેવો દ્વેષભાવ ! વાઘર જેમ જેમ સુકાય છે તેમ તેમ માથાની નસો તણાય છે. હાડકાઓ તુટે છે. ચામડાઓ ચીરાય છે. કવિ પ્રસંગને કંડારે છે. ફટ ફટ ફૂટે હાડકાજી, ત્રટ ત્રટ ગુટે ચામાં સોનીડે પરિષહ દીધોજી, મુનિ રાખ્યો મન ઠામ | એવા પણ મોટા મુનિજી મન નવિ આણે રોષ આતમ નિંદે આપણોજી સોનીનો શો દોષ ? મરણાંત વેદના જાણી મુનિ પોતાના મનને સમજાવે છે, “હે મન ! તારા જ પૂર્વે કરેલા કૃત્યોનું આ પરિણામ છે. સોની તો નિમિત્ત માત્ર છે. આ કસોટીનો સમય છે. સોની ઉપર દ્વેષ ઉભો કરી વૈરની પરંપરા વધારવાની મુખમી ના કરીશ. આગળ પણ ગયસુકુમાળના માથે સળગતી સગડી મુકાઈ હતી, અંધકસૂરિના 500 શિષ્યો ઘાણીમાં પીલાયા હતા, પેલા ખંધકસૂરિની જીવતા ચામડી ઉતારવામાં આવી હતી, અર્ણિકાપુત્ર આચાર્યના શરીરમાં ભાલા ઘોંચવામાં ..103....