________________ બતાવ્યા છે એ ક્રમથી જ જીવનો આધ્યાત્મિક વિકાસ શક્ય બને છે. ઉત્થાન પણ ક્રમિક હોય, પતન પણ ક્રમિક જ હોય. બાળમંદિરના ક્રમથી જ ભણવાની શરૂઆત કરાય, પહેલા પહેલુ ધોરણ થાય ને પછી બાળમંદિરમાં બેસે એવો અક્રમવાદ કપોલકલ્પિત પેદાશ જ કહેવાય. પણ, પોતાની સત્તા, પોતાની મહત્તા, પોતાનું અલગ અસ્તિત્વ પ્રસ્થાપિત કરવા કંઈક અક્રમ-ચક્રમ અગડ બગડે તો કરવું જ પડે ને ? નહીં તો નામ કેમ થાય ? પ્રસિદ્ધિ કેમ મળે ? પરમાત્મા મહાવીરદેવના સમયમાં પણ ત્રણસો ત્રેસઠ નવીન મતવાદી હતા, જેમને શાસ્ત્રમાં નિહ્નવ-પાખંડી તરીકે નવાજવામાં આવ્યા છે. તેમણે કઈ નવું કર્યું ન હતું. પરમાત્માના વચનોમાંથી-વાતોમાંથી મનગમતી વાતોને એકાંત જડતાથી પકડી લીધી, અન્ય વાતોનો અસ્વીકાર કર્યો. દહી-દૂધ બનેમાં પગ રાખી પોતાનો અલગ ચોકો ઊભો કર્યો, લોકોની આંખમાં ધૂળ નાખવાના કામ કર્યા, પરમાત્માના સ્યાદ્વાદ્ ગર્ભિત માર્ગને ઉત્થાપી પોતાના ઉન્માર્ગને સન્માર્ગ તરીકે પ્રસ્થાપિત કર્યો. આવા ત્રણસો ત્રેસઠ અસમંજસવાદીઓ હતા. ગુણવિકાસ ક્રમિક હોય, ગુણસ્થાનક વિકાસ ક્રમિક હોય, બાળમંદિરના બાળકો B.A. ના ક્લાસમાં ભણવા જાય તો ?. આચાર વિચારના લેશમાત્ર ઠેકાણા ના હોય, સેવા ભક્તિ દ્વારા ઘસાવાની લેશમાત્ર તૈયારી ના હોય, તપ ત્યાગની વાતો સાંભળવા માત્રથી પરસેવો છૂટી જતો હોય, તેવા સાધના ભીરૂઓ આત્માની ઉંચી ઊંચી વાતો કરવા માત્રથી સર્વજ્ઞતાની નિકટ પહોંચી જવાના ? * માસક્ષમણના તપસ્વી એક બેન આવા જ કોઈક નવીનમતવાદીની માયાજાળમાં લપેટાઈ ગયા, થોડા સમય બાદ તેમના મોઢામાંથી શબ્દો સરતા સાંભળ્યા કે, “માસક્ષમણ કરીને મેં મોટી ભૂલ કરી, આવા તો અનંતા માસક્ષમણ કર્યા, આત્માનું ઠેકાણું ના પડ્યું.” તેમને પુછવામાં આવ્યું, હવે શું કરો છો ? જવાબ મળ્યો, “પ્રતિબંધ ...17..