________________ પૌષધ, તપ-ત્યાગ આ બધી અવ્વલ સાધનાની મૂડીની ફીક્સ ડીપોઝીટ અકબંધ હોવા છતાંય આનંદ વેદન જોઈએ એવું કેમ નથી થતું? કેટલો કષાયોનો વાસ થયો ? રાગદ્વેષની પરિણતિ કેટલી મોળી પડી ? વિષય વાસના કેટલી પાતળી પડી ? આત્મશુદ્ધિનું સ્તર કેટલું ઊંચુ ગયું? કષાયની અગનજ્વાળા કેટલી શાંત થઈ ?... સાધનાનું Quantity અનુસારે સ્તર ખૂબ ઊંચુ જવા છતાં Quality અનુસારે સ્તર ત્યાંને ત્યાં જ હોય એવું લાગે તો આને પ્રોગ્રેસ કે પ્રગતિ કેમ કહેવી ?.. આમ કેમ થાય છે ? .... તેનો જવાબ છે કે સાધના ઘણી થાય છે પણ સાધનામાં મન અને હૃદય જોઈએ એવા Involve થતા નથી. ક્રિયા થાય છે પણ યંત્રવત્... રૂટીન મુજબ, ગતાનુગતિકતાથી, પકડાઈ ગઈ છે માટે, ભાવ ભળતો નથી માટે ઉત્સાહ દેખાતો નથી. ઉપયોગ-જાગૃતિ ભળતા નથી માટે ચીવટ દેખાતી નથી. હૃદય ભળતું નથી માટે શુદ્ધિ કે આનંદની અનુભુતિ દેખાતી નથી. ધર્મ સાધનામાં ઓછાશ ચાલે કચાશ કદાપિ નહીં. થોડું કરો પણ સારું કરો, ભાવથી કરો. નાનામાં નાનું અનુષ્ઠાન પણ આત્મસ્પર્શી જોઈએ. આનંદના સ્પંદનોની અનુભૂતિ કરાવનાર બનવું જોઈએ. * પુણ્યાશ્રાવકની એક સામાયિક પણ કેવી હતી ? ખુદ ભગવાન મહાવીર પ્રશંસા કરે એવી. * નાગકેતુની એક ફૂલપૂજા કેવી હતી ? તત્કાળ કેવળજ્ઞાનની ભેટ ધરી દે એવી. * અઈમુત્તા મુનિની એક “ઈરિયાવહી કેવી હતી ? ત્યાંને ત્યાં ધનઘાતી કર્મોના ભુક્કા બોલાવી દે એવી. ખૂંખાર હત્યારા ચિલાતી પાસે માત્ર ત્રણ પદનો જ સ્વાધ્યાય હતો. ઉપશમ-વિવેક-સંવર. આ ત્રિપદીએ તેને અક્ષયસુખનો ભોક્તા બનાવ્યો. હૃદય ના ભળે તો દેખીતી વિરાટકાય સાધના પણ અકિંચિત્કર છે ...115...