________________ આપણા જ કરોડો નહીં, અબજો રૂપિયાના ભોગે તેઓ તાગડધિન્ના કરે છે. તે પૈસામાંથી નવા નવા ચર્ચો ઉભા કરે છે, અને ક્રિશ્ચન ધર્મનો જબરજસ્ત ફેલાવો કરે છે. જરા નજર કરો, ગુજરાતી જૈનો સિવાય કઈ પ્રજાને અંગ્રેજી શિક્ષણનો આવો આંધળો ક્રેઝ લાગ્યો છે ? બધાને પોતાની માતૃભાષાનું જબરદસ્ત સ્વમાન છે. સિવાય કે ગુજરાતીઓને ! માટે જ મુંબઈમાંથી હવે ગુજરાતી ભાષા અદશ્ય થતી જાય છે. માતૃભાષા એટલે લાગણીની ભાષા કહેવાય છે. અંગ્રેજીમાં શબ્દોનું આડંબર હશે, પણ ભાવોનું કદાપિ નહીં, વિચારોની આપ લે થશે ! પણ હૃદયની કદાપિ નહીં. બુદ્ધિનો વિકાસ થશે, પણ આત્માનો વિનાશ નિશ્ચિત છે. ભાયંદરની કોન્વેન્ટ સ્કૂલમાં એક વિદ્યાર્થીની મહેંદી લગાડીને ગઈ, તેમાં તેને ઢોર માર મારવામાં આવ્યો અને કાઢી મુકવામાં આવી. * બીજા એક કિસ્સામાં એક નાની માસુમ બાળ કાનમાં બુટ્ટી પહેરીને ગઈ હતી. તેને ઝુડી નાખવામાં આવી. * ત્રીજા એક કિસ્સામાં એક જૈન બાળા સુંદર ચાંદલો કરીને ગઈ તેને ય ભયંકર સાલમપાક આપી હાંકી કાઢવામાં આવી. વડીલો-માબાપો જ્યારે ફરિયાદ કરવા જાય ત્યારે એક જ જવાબ મળે કે અહીં ભણવું હોય તો અહીંના નીતિનિયમો પાળવા જ પડશે. નહીં તો ઉપાડી લો તમારા છોકરાને, કોણ કહે છે. અહીં દાખલ કરો ?" બિચારા માબાપની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ જાય છે. મહેંદી નહીં, બંગડી નહીં, ચાંદલા નહીં, કાનમાં બુટ્ટી નહીં, ગળામાં હાર નહીં, પગમાં ઝાંઝર નહીં, આનો અર્થ શું ? આપણા જ પૈસે આપણા જ સંસ્કારોનો કચ્ચરઘાણ કે બીજું કાંઈ ? કાલે ઉઠીને કદાચ એવા પણ નિયમો ઠોકી બેસાડે કે ઘુંટણથી નીચેના વસ્ત્રો નહીં પહેરાય, ફરજીયાત ચર્ચમાં જવું પડશે, પ્રેયર કરવી પડશે, તો શું તે કરવા પણ આપણે તૈયાર થઈશું ? એકવાર છોકરાને અંગ્રેજીમાં દાખલ કર્યા પછી બાળકની રોજબરોજ નવી નવી ડીમાન્ડો ઊભી થતી જાય છે. ટ્યુશન ક્લાસીસ ફરજીયાત કરવા ...154...