Book Title: Anandnu Upvan
Author(s): Vijaykalyanbodhisuri
Publisher: Akshay Shah Jaimin Jain

View full book text
Previous | Next

Page 166
________________ સાચા સુખની શોધમાં ભૌતિક સુખ ભ્રામક છે, કારણ કે તેને મેળવવા દુઃખ વેઠવું પડે છે. ભોગવતા પણ દુઃખ છે અને ભોગવ્યા પછી પણ દુઃખ છે. એટલે માની લીધેલા થોડા સુખ ખાતર અપરંપાર દુખને નોતરવાનું છે. આપણો અહીં અવતાર જીવનને વિશિષ્ટ નવું સ્વરૂપ આપવા માટે થયો છે. જીવનના વિશિષ્ટ ઘડતર માટે થયો છે. નહીં કે જીવન પાસેથી કંઈક ખૂંચવી લેવા. We are here to add what we can do to life, not to get what we can from it. જીવન પાસે સુખની ભીખ માંગવી એ ભૌતિકતા છે. જીવનને સુખ આપવું એ આધ્યાત્મિકતા છે. સુખ ભોગવીને પુણ્ય ખલાસ કરવાનું છે, દુઃખ ભોગવીને પાપ ખલાસ કરવાનું છે. સુખ ભોગવીને સજાઓના દુષ્પરિણામોનું સર્જન કરવાનું છે. દુઃખ ભોગવીને સજાઓને ખતમ કરવાની છે. હોંશિયારી સુખ ભોગવવામાં છે કે દુઃખ ભોગવવામાં તે આપણે નિર્ણય કરવાનો છે. Happiness dosen't depend on any external conditions, it is governed by our mental attitude. સુખ પદાર્થમાં નહીં મનમાં છે. મન જો અશાંત હશે તો એરકંડીશન રૂમ પણ ઠંડક નહીં આપે, અંદરની આગ, અંદરનો ઉકળાટ એ.સી.ની ઠંડકમાં બેસવાથી શાંત નહીં થાય. બહારની કાતિલ ઠંડીમાં પણ અંદરનો ઉકળાટ માણસને હતપ્રહત કરી નાખે છે. ગરમી લાવી દે છે, કો’કે સુંદર કહ્યું છે કેશામ ઢલ રહી છે, નાવ ચલ રહી હૈ, બર્ફ કે નગરમેં આગ જલ રહી હૈ.' સંધ્યાનો સમય છે એટલે સહજ ઠંડક હોય, પાણીમાં નાવડી ચાલે છે એટલે પાણીની પણ ઠંડક હોય, બર્ફીલુ નગર છે એટલે ઠંડકની કોઈજ કમી ના હોય છતાં આગ બળી રહી છે. આ આગ છે અંતરની, આ આગ છે કો'કના વિરહની, આ આગ છે જે જોઈએ છે તે નથી મળતું તેની, આ આગ છે બીજાને ઘણું મળી ગયું છે એની. ...159...

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186