________________ યાદ રહે, ભોગની સજા છે બંધન, ત્યાગનું પરિણામ છે મુક્તિ, ભોગનો અંજામ છે દુઃખ, ત્યાગનો અંજામ છે Extreme joy bliss. એક રાજા રાણી હતા, રાણી માનીતી હતી, રાજાને તેના ઉપર પ્રેમ ઘણો, એટલે તેની સરભરામાં કોઈ કચાશ ન હતી. ભવ્ય મહેલ રાણી માટે હતો, સુવાળી શય્યા કમળ કરતાં કોમળ હતી. ચારે બાજુ ધૂપ, દીપ, અત્તરના ફુવારાઓ, ફુલોની સુવાસ, સુગંધી ચૂર્ણ વિ. થી શયનખંડ મધમધાયમાન હતો. રાજા-રાણી એકવાર બહાર ગયા. દાસી એકલી મહેલમાં હતી. તેને થયું મહારાણી રોજ ફૂલની શય્યામાં મસ્તીથી પોઢે છે. મારા નસીબમાં તો માત્ર શય્યાને ઠીકઠાક કરવાની, સ્વચ્છ સુઘડ રાખવાની મજૂરી જ લખાયેલી છે, આજે મોકો છે, મહેલમાં કોઈ નથી, લાવ થોડીવાર ફૂલની શય્યાની મોજ માણી લઉં, કોઈ જોવા આવવાનું નથી. આમ વિચારી દાસી શય્યામાં પોઢી ગઈ. પડતાની સાથે જ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. સમય ક્યાં ગયો? કેટલો ગયો ? ખબર ના રહી. અચાનક રાણી આવી પહોંચી. દરવાજો ખોલીને જુએ છે તો દાસી મજેથી નસકોરા બોલાવી રહી છે. દાસીને શય્યામાં સૂતેલી જોઈ રાણી તો સમસમી ગઈ, દાસીની આ હિંમત ! મારી ગેરહાજરીમાં આવા ગોરખધંધા કરે છે. મારી શય્યા અભડાવી નાખી, હવે મને તેમાં ઊંઘ નહીં આવે. એવી સજા કરું કે ખો ભુલી જાય. પલંગમાં સુવાના કોડ જાગ્યા છે ને? બતાડી દઉં તેનો પરચો. ધક્કો મારીને દાસીને શય્યામાંથી ઉઠાડી રાડારાડ કરી મુકી, “શરમ નથી આવતી મારી શય્યામાં સૂતા ? મોજમસ્તી માણવા તને અહીં રાખી છે ? જોઈ લે હવે આનું દુષ્પરિણામ.' રાણીનું આગમન જાણી તેનો લાલઘુમ ચહેરો જોઈ દાસી તો કબૂતરીની જેમ થરથર ધ્રુજવા લાગી, પગ નીચેથી ધરતી સરકતી લાગી, મોત માથે ભમતું લાગ્યું. રાણીએ રાજાને વાત કરી, ભવિષ્યમાં કોઈ આવી ભૂલ ન કરે એટલે ...160...