________________ ફરી અશ્રુભીની આંખે રાણી અને દાસી બંને ભેટી પડ્યા. રાજા સહિત પ્રજાજનો આ મંગલ દૃશ્ય જોતા જ રહ્યા. દાસીની વાત મામુલી લાગે પણ કેટલી તત્વ સભર છે. અડધો કલાક અનુકૂળતા ભોગવનારને જો મોતની સજા થતી હોય તો જીવનભર અનુકૂળતામાં જ રાચનારની શું દશા થશે ? * આપણને તો જમવામાં બધુ બરાબર જોઈએ, ઠંડુ તે બિલ્લ ચાલે જ નહીં. * જમ્યા પછી એ.સી. રૂમમાં બે કલાક સુઈએ નહીં ત્યાં સુધી ર્તિ આવે નહીં. * કપડામાં એકાદ બે પણ કરચલીઓ હોય ત્યાં સુધી ચેન પડે જ નહીં. * ત્રણવાર નહાયા વગર ફાવે જ નહીં. * બસ કે ટ્રેનની મુસાફરીમાં તો મરી જ જઈએ, ગાડી જ જોઈએ, તેય એ.સી. વાળી. * જ્યાં ત્યાં કોઈના ઘરે રહેવું ના પાલવે. ભલે હોટલમાં એક રાતનું રૂા. 5000 નું બીલ આવે, પણ ત્યાં જ શાંતિથી ઊંઘ આવે. * ત્રીસે ત્રીસ દિવસ કપડાં અલગ અલગ જ જોઈએ, આજે પહેરેલા ત્રીસ દિવસ સુધી આવે જ નહીં. * અઠવાડીયામાં એકવાર રીસોર્ટ કે હોટેલમાં તો જવાનું જ. ચાર/છ દિવસની રજા પડે એટલે દૂરના એકાંત સ્થળે જતાં રહેવાનું. * બાર મહિને એકાદ બે લાંબી ટુર પણ ફેમીલી સાથે મારી આવવાની જ. આ છે આજના આધુનિક સમાજનું પ્રતિબિંબ. શક્તિ કે પહોંચ હોય કે ના હોય છતાં તમામ અનુકૂળતાઓને ભોગવી લેવા આજનું જનમાનસ તત્પર છે. હા ! અનુકૂળતા ભોગવીને પણ જો સુખી થવાતું હોય, શાંત થવાતું હોય તો સારું જ છે, પણ એવું નથી. અનુકૂળતા ભોગવીને માણસ વધુ દુઃખી થાય છે. વધુ ગુલામ થાય છે, વધુ પરાધીન થાય છે, આળસુ થાય છે. અશાંત થાય છે. એજ બતાવે છે માર્ગ ખોટો છે, માન્યતા ખોટી છે. આધ્યાત્મિક ક્રાંતિ લાવવાની જરૂર છે. “અનુકૂળતામાં દુઃખ અને પ્રતિકુળતામાં સુખ” આ વાત રોમેરોમમાં વણાઈ જવી જરૂરી છે. પ્રતિકૂળતાનો સામનો કરનાર કોઈનો ગુલામ નહીં બને, કોઈનો ઓશિયાળો નહીં બને. ...162...