________________ બેન : ઈગ્લીશ. ડો : “તેમાંથી ઉઠાડી ગુજરાતીમાં નાખો. એજ આનો ઉપાય છે. મારા દિકરાને પણ આજ તકલીફ હતી. મેં પોતે તેને અંગ્રેજીમાંથી ઉઠાડી ગુજરાતીમાં બેસાડ્યો છે. હવે સ્વાથ્યની કોઈ ફરિયાદ નથી. તમારા દિકરાના તાવનું કારણ છે “ઓવર ટેન્શન', શક્તિ ઓછી અને બર્ડન ઘણું, કોથળા ભરીને ચોપડા, ઊંચુ જોવાની ફુરસદ ન મળે એટલું ઘરકામ, હોમવર્ક ન થતાં ટીચરના મારનો ભય, આ બધાને કારણે બાળકની શક્તિ મુરઝાઈ જાય છે, વળી સ્કુલમાં અંગ્રેજી કલ્ચર અને ઘરમાં ગુજરાતી, તેનાથી તે મુંઝાઈ જાય છે. માતૃભાષામાં બાળકની પ્રગતિ-વિકાસ સહજ છે, જ્યારે અંગ્રેજીમાં તે શક્ય નથી. સ્કુલ-ટ્યુશન-ક્લાસીસ વિ. હોવા છતાં બે બે ત્રણ ત્રણ વાર બાળક ફેઈલ થાય છે. તેની પરિક્ષા વખતે જાણે મા-બાપોની પરિક્ષા કસોટી હોય તેવું લાગે છે. આ બધા કારણસર મારી ભલામણ છે કે તમારે છોકરાને સુસંસ્કૃત અને સ્વસ્થ બનાવવો હોય તો ગુજરાતીમાં દાખલ કરો.” બેને તેમ કર્યું. ને ખરેખર છોકરો સદા માટે સ્વસ્થ થઈ ગયો. આ એક સત્યઘટના છે. વળી, સ્કુલો તેમની એટલે તહેવારો પણ તેમના જ મનાવાના. નાતાલમાં આઠ દિવસ રજા. પર્યુષણમાં એકપણ દિવસ નહીં. ક્રિસમસના કાર્યક્રમોમાં ફરજીયાત હાજરી આપવાની, અને પર્યુષણમાં એકાદ બે દિવસની ગેરહાજરી માટે લેટરાઈટ લેવાઈ જાય. એકાદ દિવસ છોકરો ગેરહાજર રહે એટલે જાણે તેને આભ તુટી પડવાનો અનુભવ થાય. પરિચયમાં આવનાર સાંતાક્રુઝના એક ડોક્ટરે પણ પોતાના છોકરાને અંગ્રેજીમાંથી ઉઠાડી ગુજરાતીમાં મુકી દીધો છે. કારણ પૂછતાં એટલું જ ટુંકમાં જણાવ્યું, કે “મીડીયમ અંગ્રેજીમાં હાઈપર ટેન્સન-ક્લાસીસ-હોમવર્ક વિ.ના કારણે તે કાયમી માંદો રહેતો હતો કોઈ દવા કામ કરતી ન હતી. હવે તે સ્વસ્થ છે. આનંદમાં છે. પ્રફૂલ્લીત છે. અંગ્રેજી પાકું થાય તે માટે સ્પેશિયલ ટ્યુશન રાખેલ છે, જેના કારણે અંગ્રેજી પણ સારું છે. ભાયખલા-વાલકેશ્વર જેવા પોશ એરીયામાં વાત થાય તેમ નથી. ...156...