________________ છે. નિર્મળ આચારના પાલક છે. નિઃસ્વાર્થ પરાર્થપરાયણ છે. આપણે અસંયમના કાદવમાં ખૂંપેલા છીએ. ગુરુદેવો ઉચ્ચ સયમના સાધક છે. ડગલેને પગલે આપણા જીવનમાં પાપો જ પાપો છે. મુનિઓનું જીવન સંપૂર્ણ નિષ્પાપ છે. આપણે પ્રતિક્ષણ ભોગો પાછળ ગાંડા બન્યા છીએ. સાધુઓ ભોગોને લાત મારી ત્યાગપ્રધાન વૃત્તિ વાળા છે. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહની દુર્ગધથી આપણા જીવન કોહવાઈ રહ્યા છે. અણગારો આ બધા દોષોથી સંપૂર્ણ મુક્ત છે. બેટા ! સાધુઓ તો વિશ્વની અજાયબી છે. ભોગવિલાસના ઝેરીમાં ઝેરી વાયરા વચ્ચે જીવનભર અણિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરનારા મહાત્માઓની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. દુનિયાથી નિરાળા રહી ચાર દિવાલ વચ્ચે આત્મસાધનામાં મશગુલ બની જવું એ કોઈ નાનીસુની સિદ્ધિ નથી. પિતાજીની આવી આત્મલક્ષી ધાર્મિક વાતો સાંભળી રાજન્ ક્રોધથી સળવળી ઉઠ્યો. પિતાજી ! આવી ધરમબરમની હંબગ વાતો મારી પાસે કરવી નહીં. ભગવાન જેવું કોઈ તત્વ હયાત નથી. પથ્થરમાં પરમાત્માની કલ્પના કરવી એ મુખમી છે. પ્રતિમા સામે કલાકો સુધી ભજનીયા લલકારવા એ વેસ્ટ ઓફ ટાઈમ છે. પથ્થરના પૂજન અર્ચન કરવા વ્યર્થ છે. માણસ પોતાની બુદ્ધિપ્રતિભા અને સાહસિક પ્રયત્નથી જ સફળ થાય છે. ભગવાનની મહેરબાનીને ખોટો યશ આપવાની જરૂર નથી. પિતાજી ! આજના કાળે ગુરુઓ પણ બધા દંભી કપટી જ છે. ધર્મની હાટડીઓ ખોલી સ્વાર્થપૂર્તિના ધંધા સિવાય તેમને કોઈ કામ નથી. ભોળી પ્રજાને અંધશ્રદ્ધામાં ભોળવી પોતાની વાહ વાહ કરવામાં જ ગુરુઓને રસ છે. આચારચુસ્તતા તે હોતી હશે? 21 મી સદી, વિલાસી વાયરો, ભક્તોની વણઝાર, શાહી સન્માનો, પકવાનોની રેલમછેલ, આ બધા વચ્ચે ચારિત્ર પાલન શક્ય જ નથી. “બ્રહ્મચર્ય નુ અણિશુદ્ધ પાલન શું આજના કાળે શક્ય છે ? અનાદિના કુસંસ્કારોનું જોર હોય, છેલ્લી કોટીના કુનિમિત્તો ડગલેને પગલે પથરાયેલા હોય, યુવાન વય હોય. ઘીથી લથપથ આહાર પાણી હોય, બધી જ અનુકૂળતા હોય. આવા લપસણા સંયોગોમાં બ્રહ્મચર્ય કે સંયમ ...૧ર૪...