________________ નગરમાં પધારો. હવે કોઈ દિવસ તમને અન્યાય નહીં થાય, મારા ગામની મા-બહેન-દીકરીઓ સામે બુરી નજરથી જોનારની આંખ ફોડી નાખીશ, પછી ભલે તે મારો પુત્ર કેમ ના હોય. હું ખાત્રી આપું છું કે હવેથી મારા રાજમાં આવી કોઈ કનડગત નહીં નડે. મહાજને શાંતિથી જવાબ આપ્યો, “રાજન્ ! ઘોડા તબેલામાંથી છુટી ગયા પછી પાછળ દોડવાનો અર્થ નથી. આગમાં હાથ નાખ્યા પછી રાડારાડ કરવાનો અર્થ નથી. ઝેરના ઘુંટડા પીધા પછી બચાવો બચાવોની બૂમો મારવાનો અર્થ નથી. હવે અમે અહીં સ્થિર થઈ ગયા છીએ. પાછા આવી શકવાની કોઈ જ શક્યતા નથી. ઈચ્છા નથી. વીલે મોટે રાજા પાછો ફર્યો, સેનાપતિ વગર સૈનિકોની જે હાલત યુદ્ધભૂમિ ઉપર થાય તેવી હાલત ગામની થઈ. મહાજન તો ગામનું હાર્ટ હતું. તે ગયું એટલે સર્વસ્વ ગયું. ચારસો ઘર એક સાથે ખાલી થઈ જતાં ધંધાઓ પડી ભાંગ્યા. રાજવ્યવસ્થા પડી ભાંગી. લેવડ દેવડો પડી ભાંગી. ગામનો ચાર્મ સાફ થઈ ગયો, અન્ય કોમો પણ ગામ છોડવા લાગી. થોડા જ સમયમાં આખું નાકોડા ઉજ્જડ થઈ ગયું. સર્વતોવ્યાપી સમૃદ્ધિથી છલકાતું નાકોડા જાણે સ્મશાનમાં રૂપાંતરીત થઈ ગયું. આજના કાળે આ વાતનો આદર્શ ઘણો પ્રેરક છે. એક કન્યાની સામાન્ય મશ્કરી કરવા માત્રથી આખું ગામ ખાલી થઈ ગયું. કેવી અભૂત મહાજનની ખુમારી ! કેવી અણિશુદ્ધ શીલ પાલનની મર્યાદા ! સ્ત્રીની સામે આંખ ઊંચી કરીને જોનારને મહાજન એક મિનિટમાં ન્યાત બહાર ફંગોળી નાખતું. આ બાબતમાં મોટા કરોડપતિ કે રાજા મહારાજાઓની શેહ શરમ રાખવામાં આવતી નહીં. આજે કાળે કરવટ બદલી છે. ઉચ્ચ આદર્શોનું સંપૂર્ણ શિર્ષાસન થઈ ચૂક્યું છે. કોલેજ લાઈફમાં બોયફ્રેંડ કે ગર્લફ્રેંડ ન રાખનારાઓ વેદિયામાં ખપે છે. શનિ, રવિ કે રજાઓના દિવસોમાં હોટેલો, રેસ્ટોરાં, બારો, હીલ સ્ટેશનોમાં પગ મૂકવાની જગ્યા મળતી નથી. આખી રાત દારૂની છોળો ઉછળે છે. સુંદરીઓના નાચગાન ચાલે છે. વિકૃતિ અને વ્યભિચારોએ માજા ...138...