________________ ઉત્તમ સ્થાન ઉત્તમ કાર્યોથી શોભે છે બે વર્ષના બાળકે માતાને લાત મારી. ગાલ ઉપર લાફો માર્યો. માતા બાળકના હાથ-પગ ઉપર ચુમીઓ ભરવા લાગી. રખેને તેના હાથ પગને કંઈ તકલીફ તો નથી થઈ ને ! બાળક નાદાન છે. નિર્દોષ છે. તેથી તેની લાત કે લાફો ખાવામાં માતાને અનહદ આનંદ છે. એ જ બાળક બાવીસ વર્ષનો થયો. એક પ્રસંગે ગુસ્સામાં આવી માતાને લાફો મારી દીધો. માતાના આઘાતનો પાર ન રહ્યો. ધરતી પગ નીચેથી સરકતી લાગી. બાળક પ્રત્યે પ્રેમના બદલે ધૃણા ઉપજી. કારણ ?.... એજ બાળક ! એજ મા ! એજ લાફો ! છતાં સમય બદલાઈ ગયો છે. હવે બાળક નાદાન નથી. અજ્ઞાતપણું નથી. હવે જે થાય છે તે ઈરાદાપૂર્વક થાય છે, માટે માતાને અપમાન લાગે છે. આઘાત લાગે છે. પ્રસંગ કહે છે કે, અજ્ઞાતપણાની અસત્ પ્રવૃત્તિ કદાચ ક્ષમ્ય ગણી શકાય. જ્ઞાતપણાની તો કદાપિ નહીં. આ વાત આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ.. યાત્રા આપણી અનંતની છે. ચામાચીડીયાની જેમ અંધકારમાં ગોળગોળ આંટા મારવામાં જ અગણિત અવતારો વિતાવ્યા છે, ત્યારની તમામ પ્રવૃત્તિ હજી કદાચ ક્ષમ્ય ગણી શકાય. કારણ આપણે અજ્ઞાનના અંધારામાં હતા. અજાગૃત હતા. અજ્ઞાત હતા. પૃથ્વી પાણી વિ. ના અવતારોમાં બેશુદ્ધ પ્રાયઃ હતા. માખી મચ્છર વિ. ના અવતારોમાં આંશિક ચેતના હતી, પણ અજાગૃત અવસ્થા જ કહી શકાય. જાનવરના અવતારોમાં શરીરનો વિકાસ થયો. ઈંદ્રિયોનો વિકાસ થયો, પણ મન અવિકસીત જ રહ્યું. ખાવું, શરીર ટકાવવું અને ભોગ સુખ માણવામાં જ જીવનની ઈતિશ્રી માની. માનવ અવતારની ઉંચી ભૂમિકામાં આવવા છતાં જો.... એ જ ડુક્કર જેવી ભોગવૃતિ હોય. એ જ શીયાળ જેવી લુચ્ચાઈ હોય. એ જ કુતરા જેવું ભસવાનું હોય. એ જ ઉંદર જેવું ફૂંક મારીને કરડવાનું હોય. એ જ ...140..