________________ કોમ્યુટરના પ્રોગ્રામ બનાવનાર પાંચ-દસ વર્ષે એકાદ પ્રોગ્રામ બનાવે, જેનાથી પોતે અને કંપની બંને ન્યાલ થઈ જાય. આ બુદ્ધિની જ કસબ છે. બુદ્ધિ કિંમતી પણ છે, જોખમી પણ છે. અવળે માર્ગે ગઈ તો જાત સહિત વિશ્વનો વિનાશ વેતરી નાખે, સવળે માર્ગે વળી તો આખા વિશ્વને હોનારતમાંથી ઉગારી પણ શકે. બોંબ જેવી જ બુદ્ધિ, બોંબના બે કાર્ય છે. (1) સુરક્ષા કરવાનું (2) સર્વનાશ કરવાનું. જતન કરવામાં આવે, જરૂર પડે ત્યારે જરૂર પડતો ઉપયોગ કરવામાં આવે તો સુરક્ષા કરે અને આડેઘડ ઉપયોગ કરવામાં આવે તો સર્વનાશ પણ વેરી શકે. બુદ્ધિના પણ આજ બે કાર્ય કરે છે. સુરક્ષા અને સર્વનાશ, બુદ્ધિનું જતન કરવામાં આવે, સદગુરુના માર્ગદર્શન મુજબ સન્માર્ગે ઉપયોગ કરવામાં આવે તો સ્વ-પર અને સર્વની સુરક્ષા થાય. આજ બુદ્ધિને કોક શેતાની ગાઈડના આંખના ઈશારે ઉપયોગ કરવામાં આવે તો સ્વ-પર યાવત્ સર્વનો ખોળો કાઢી નાખે. સબુદ્ધિના પ્રભાવે જ બુદ્ધ પ્રબુદ્ધ થયા હતા. સન્મતિના પ્રભાવે જ મહાવીર મહાજ્ઞાની થયા હતા, અને સમસ્ત વિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ રેલાવ્યો હતો. તો બીજી બાજુ દુબુદ્ધિના પ્રભાવે જાપાન ઉપર બોબ ધડાકાઓ દ્વારા હજારો માનવોનો ખુરદો બોલાવાયો હતો. આ બુદ્ધિ દુષ્ટોની પાસે હતી એટલે દુર્બુદ્ધિ બની ગઈ. શિષ્ટોની બુદ્ધિ, સજ્જનોની બુદ્ધિ તે સદ્ગદ્ધિ, દુષ્ટોની બુદ્ધિ, દુર્જનોની બુદ્ધિ તે દુર્બુદ્ધિ. કૃષ્ણ બનવું કે કંસ, બુદ્ધ બનવું કે ચંગીઝખાન, મહાવીર બનવું કે હિટલર, બધોજ આધાર બુદ્ધિ ઉપર છે. બુદ્ધિની લગામ સદ્ગુરુને સોંપી તો બુદ્ધિ બુદ્ધિ બની ન્યાલ કરી દેશે, અને કોક લેભાગુના હવાલે આ લગામ સોંપી તો ધનોતપનોત કાઢી નાખશે. બુદ્ધિ કેવી છે ? એના કરતાં એ બુદ્ધિ ને ગાઈડ કરનાર કેવા છે? એનું વિશેષ મહત્વ છે. કિંમતી હીરા કે દાગીના જો ગુંડાના હાથમાં ન સોંપાય તો કિંમતી બુદ્ધિ પણ દુષ્ટોના હવાલે ન જ સોંપાય. બુદ્ધિની આવી વિચિત્ર વિશિષ્ટતા જાણી તેનો સદુપયોગ થાય તો જ સ્વથી માંડીને સર્વનો ઉદ્ધાર શક્ય બને. * * * * * ...૧૪પ...