________________ સંસ્કારોના અગ્નિ સંસ્કાર કરતું આજનું શિક્ષણ સંસાર અનિત્ય છે. પ્રતિપળ પરાવર્તન પામવાનો તેનો સ્વભાવ છે. કાળના વણથંભ્યા ઘોડાપૂરમાં સૌ કોઈને મને કે કમને તણાવું જ પડે છે. યુગે યુગે જાણે આમૂલચૂલ પરિવર્તન થઈ જતું હોય તેમ લાગે છે. ચાહે જડ હોય કે ચેતન, બધું જ ઝડપથી બદલાઈ રહ્યું છે. આજની શિક્ષણ પદ્ધતિમાં પણ સડન ચેન્જ આવી ગયો છે. મેકોલેના અંગ્રેજી શિક્ષણે ખૂબ ઝડપથી પોતાનો પંજો ચોતરફ વિસ્તાર્યો છે, જેની લોભામણી જાળમાં સૌ કોઈ ભ્રમિત થઈ ફસાતા જાય છે. અંગ્રેજી માધ્યમની બોલબાલા દિન પ્રતિદિન વધતી જાય છે. બાળકોને અંગ્રેજ બનાવવાની ભુતાવળ સૌ કોઈને ભરખી ગઈ છે, જેના પરિણામે અંગ્રેજી શાળાઓ વધતી જાય છે. અંગ્રેજી શિક્ષણના પ્રવાહમાં તણાવાનાં ચટકા ઘરેઘર વધવા લાગ્યા છે. ચાહે તે ભિખારી હોય કે તવંગર. એક શિક્ષકના કહેવા મુજબ દર વર્ષે ગુજરાતી માધ્યમની શાળામાં એક-એક ડિવીઝન બંધ થાય છે. દર વર્ષે સો-સો છોકરા ઓછા થાય છે. જ્યાં એડમીશન માટે પડાપડી થતી હતી ત્યાં હવે કાગડા ઉડે છે. જગ્યા ખાલી છે. એમ જણાવી એડમીશનો માટે આમંત્રણ અપાય છે. આવું ઝડપી પરિવર્તન કેમ થયું ?, અંગ્રેજી શિક્ષણ હિતકારી છે કે અહિતકારી ?, તેના ફાયદા અને ગેરફાયદાનો વિચાર કરવાનો છે. મેકોલેએ ભારત છોડતી વખતે તેની બહેનને કહેલ કે, “આપણે ભલે ભારત છોડીને જઈએ પણ આજે જે શિક્ષણનું બીજ અહીંની ધરતીમાં નાખ્યું છે જેના પ્રભાવે ટુંક સમયમાં જ આપણે હજારો નહીં લાખો કરોડો અંગ્રેજો પેદા કરી શકીશું, અને તેઓના દ્વારા દૂર બેઠા બેઠા પણ આપણે રાજ્ય કરી શકીશું.” વર્ષો પૂર્વેની મેકોલોની ભાવના ઝડપથી સાકાર થતી દેખાય છે. તેની ભવિષ્યવાણી સાચી પડતી જણાય છે ! આજે ઘરેઘરમાં અંગ્રેજી ભાષાનો કેઝ લાગ્યો છે, બધા જ આગળ ...150...