________________ દુનિર્મિતોથી દૂર રહેવાનું, નિતિ-સદાચાર-સંતોષને આચરતા રહેવાનું. વડીલોના વિનય કરવાના વિ.વિ. આવા ધાર્મિક પ્રીસ્કીશન સાંભળી આપણું માથું ફરી જાય છે. આપણે સંતને કહીએ છીએ, કે આ બધુ મારાથી નહીં બને, તમારે જ કરી લેવાનું. હું સુખી થવા આવ્યો છું. તમારી સલાહ લેવા નહીં. આ બધું તમારે જ કરી લેવાનું. સંત : તો તું સુખી કેમ થઈશ ? તમે જંતર મંતર કરો, વાસક્ષેપ નાખો અને કહી દો, “સુખી થજે,' એટલે હું સુખી થઈ જઈશ, બાકી તમે આપેલી પરેજી પાળવી એના કરતાં હું જ્યાં છું ત્યાં મજા છે. સંત : “ગાંડા જેવી વાત કરે છે. સાજા થવું છે ને દવા લેવી નથી. શુદ્ધિ જોઈએ છે અને સાધના કરવી નથી. સુખી થવું છે ને સદાચારમય જીવન જીવવું નથી. આરોગ્યાદિ જોઈએ છે અને ધર્મ સેવન કરવું નથી.” રવાના થઈ જા, અપથ્યના ત્યાગ અને પથ્યના સેવનથી જ જેમ આરોગ્ય મળે છે. તેમ અસદાચારના ત્યાગ અને સદાચારના સેવનથી જ ઐશ્વર્ય-આરોગ્ય અને આયુષ્ય મળે છે. સંતો પાસે એવા કોઈ જંતર મંતર નથી કે કોઈ જડીબુટ્ટી નથી કે મડદાં બેઠા થઈ જાય. રોડપતિ રાતોરાત કરોડપતિ થઈ જાય, કે માંદલો કંચનકાયાવાળો થઈ જાય. જાતસાધનાના પુરુષાર્થમાં જ્યારે સંતોના આશિષ ભળે છે ત્યારે જ જીવન આબાદ બને છે. “સુખી થઈ જાય” એવું બોલવા માત્રથી જ કોઈ સુખી થઈ જતું હોત, તો દુનિયામાં કોઈ દુઃખી જોવા ન મળત. યાદ રાખી લો, આશીર્વાદની સાથે આરાધના ભળે તો જ આબાદી મળે છે. છેલ્લે છેલ્લે... हाट हाट हीरा नहीं, कंचन का नही पहाड, सिंहन का टोला नहीं, साधक विरल संसार / ...149...