________________ આપણા જીવનના ઠેકાણા ન હોય, પવિત્રતાનો અંશ ન હોય. પ્રામાણિકતાના દર્શન સ્વપ્નમાંય દુર્લભ હોય. દોષો અને દુર્ગુણોથી જીવન ખદબદતુ હોય, ત્યારે શું સંતોના આશીર્વાદથી, વાસક્ષેપથી, જંતર મંતર તાવીજ કે દોરા ધાગાથી, આપણુ કલ્યાણ થઈ જવાનું..? હરગીજ નહીં... સંતોના આશિષ સાચા, પણ ફળે તેને જ જેનું જીવન આચારસંપન્ન હોય, આરાધનાસભર હોય. સાધના-અનુષ્ઠાનોમાં પૂર્ણ પ્રયત્ન કર્યા પછી જ આશિર્વાદનું બેકીંગ કાર્યરત થાય છે. સાધના-આરાધના વગર કોઈકાળે આશિષ ફળતા નથી. આપણને વગર મહેનતે વગર સાધનાએ, માત્ર આશિર્વાદના જોરે છાપરું ફાડીને બધુ જોઈએ છે. જે શક્ય નથી. આવા સ્વાર્થલોલુપોને જ્યારે આશિર્વાદ ન ફળે ત્યારે સંતોને ભાંડવામાં પણ બાકી રાખતા નથી. પોતાના જીવનની ઉણપો કે દોષો તો તેમને દેખાતા જ નથી. ટુંકમાં, આરાધના ભળે તો જ આશિર્વાદ ફળે. આયુષ્ય વિ. ની માંગણી સાથે પ્રાર્થના કરો. “પ્રભુ ! નવા વર્ષમાં મારા જીવનમાં આરાધના-સાધના વધે.” આરાધના વધતા બધુ વગર માંગે મળી જવાનું, સાધનાના અભાવે રાડો પાડીને મરી જઈશું તો પણ કશુ મળવાનું નથી, અને મળશે તે ટકશે નહીં. * એક ભિખારી માંદો પડ્યો, ડોક્ટર પાસે ગયો અને કહ્યું ડોક્ટર સાહેબ ! હેરાન થઈ ગયો. શરીરમાં ભયંકર અશક્તિ, કળતર, બળતરા છે. દયા કરો, મને તપાસી સાજો કરો. અને હા, તમે જાણો છો ને કે હું તો ભિખારી છું. સવારથી સાંજ સુધી ફૂટપાથ ઉપર ભીખ માંગુ ત્યારે માંડ માંડ પેટનો ખાડો પૂરાય છે, એટલે તમારી ફી ચૂકવી શકું એવી મારી શક્તિ નથી. દયાભાવ રાખીનેજ મને સાજો કરવાનો છે. ડોક્ટરને દયા આવી, શરીર તપાસ્યું, ગોળી લખી આપી. “કેમિષ્ટને ત્યાંથી આ ગોળીઓ લઈ લેજે.” ભિખારી કહે- “તમે તો જાણો છો હું ભિખારી છું, દવા લેવાની મારી ક્ષમતા ક્યાંથી ?' થોડી દયા કરો, દવા પણ તમે જ આપોને, દયાળુ ડોક્ટરે પોતાની ગોળી આપી કહ્યું - “આ દવા દૂધ સાથે ત્રણ ટાઈમ ...147...