________________ આત્મસુખની ખોજ કરવાના બદલે નાશવંત પદાર્થોની ભ્રમણામાં ભાન ભુલી ગયા. ખાન-પાન, માન-સન્માન, મોજ-મજાના ક્ષણજીવી આનંદ ખાતર જીવનના બાગને ઉજજડ બનાવી દીધું. શું પામવાનું હતું અને શું પામ્યા? શું બનવાનું હતું અને શું બન્યા ? ક્યાં જવાનું હતું અને ક્યાં પહોંચ્યા? મળેલી મૂડી સાફ કરી નાખી, હાથમાં કશું જ ના રહ્યું. રમણીય ઉદ્યાન રેઢીયાળ થઈ ગયું. એક ટુકડો વેચતા ભિલને ચંદનના મુલ્યનું ભાન થયું. જીવનના અસ્તાચલે પણ આપણી આંખ ઉઘડશે ? ભિલ્લને તો કોયલાની કિંમત પણ મળતી હતી. આપણે જીવનને કોયલો જ નહીં રાખ જ કરી નાખ્યું છે. કોડી પણ હાથમાં ના આવે. હજી ભાન થઈ જાય તો પણ મોડું નથી થયુ. મળેલા સુંદર જીવનને સદુપયોગ દ્વારા અતિસુંદર બનાવીએ અને મળેલી ઉત્તમ સામગ્રીને સુકૃતો કરવા દ્વારા ઉત્તમોત્તમ બનાવીએ, તો જીવનનું ઉદ્યાન મઘમધાયમાન બનશે. * * * * * ...143...