________________ પોતાની ઈચ્છાથી સાધના કરનારાનો તોટો નથી, ગુરુની ઈચ્છા મુજબ આરાધના કરનારા જ સાચા અર્થમાં સાધક છે. સાધના સારી પણ તેમાં સ્વેચ્છા કે સ્વતંત્રતા ખોટી છે. ગુરુને આધીન રહેવું એજ મોટી સાધના છે. સાધના કરનારાઓને પણ “સ્વ” નો અહં નડતો હોય છે. સ્વનું ગુરૂમાં વિલિનીકરણ થતાની સાથે જ સાધનાની શરૂઆત થાય છે. ગુરુને હૃદયમાં સ્થાન આપનારા ઘણા સાધકો મળે, તે બધા ધન્યવાદને પાત્ર છે જ, પણ ગુરુના હૃદયમાં સ્થાન મેળવનારા સાધકો વિરલા હોય છે. ગુરુને સેવાથી નહી સમર્પણભાવથી વશ કરવાના હોય છે. બાહ્ય વિનયથી નહીં અંતરંગ વફાદારીથી ગુરુના હૃદયમાં અવસ્થાન મળતું હોય છે. આપણી અપેક્ષાઓના બલિદાનથી ગુરુકૃપાની હેલીઓ વરસતી હોય છે. ગુરુને ગુરુ તરીકે સ્વીકારનારાનો તોટો નથી, ગુરુને ભગવાન માનનારા વિરલા હોય છે. જેના હૃદયમાં ગુરુની ભગવાનરૂપે પ્રતિષ્ઠા થઈ ગઈ છે તેનો બેડો પાર સમજો. આજે તો નજીવી વાતમાં શિષ્યને ગુરુના દોષદર્શન થઈ જાય છે. અપેક્ષાઓ તુટતા ગુરુ પક્ષપાતી લાગે છે. ક્યારેક તો ષ અને તિરસ્કાર પણ ઉભરાઈ આવે છે. આવા છિદ્રાન્વેશી ધર્મારાધકોને સાધક કહેવાની ભૂલ ના થાય. દીકરાના દોષદર્શન માટે માતા સદાની અંધ છે. શિષ્ય તે જ જે ગુરુના દોષ દર્શન માટે સદાનો અંધ છે. કામનાઓને પંપાળે તે નહીં કામનાઓના ભુદ્ધભુક્કા બોલાવી દે તે જ સાચો સાધક. ત્યાગ કરી ખાવાના વિચાર ચાલતા હોય, છોડી અને ભોગવવાના વિચાર ચાલતા હોય, ત્યાગ પણ ખુમારીથી નહીં પણ મરતા મરતા થતો હોય, ક્યારે નિયમ વ્રત પૂરા થાય ? ક્યારે ત્યાગના વાડામાંથી છૂટીએ? ક્યારે સાધનાનો અંત આવે ? આવી નામદ વિચારધારા સાધકને સાધનાપથ ઉપરથી ટ્યુત કરે છે. કામનાના પૂજારી પ્રભુને ભજી શકતા નથી. સાધનામાર્ગમાં બાધક છે કામના. કામનાનો અભાવ જ સ્વયં સાધના બની જાય છે. કામના કાપવાનું કાર્ય કોક કોવિદ જ કરી શકે, બધા સાધના કરનારાનું પણ ગજું નહીં. સાધના કરીને પુણ્ય કે શુદ્ધિના ખડકલા ઊભા કરી દેવાની પણ જેને ખેવના નથી તે જ સાચો સાધક ...131...