________________ અંદરના ઉકળાટને શાંત કરતા એરકંડીસનની શોધમાં આજે આપણે એટલા બધા બાહ્યમુખી (Extroverted) થઈ ગયા છીએ કે આપણે કોણ છીએ ? તેનું પણ આપણને ભાન નથી... બાળપણથી જ આંધળી દોટ શરૂ થઈ જાય છે. પરિધિમાં રહેલું મન ધરીમાં રહેલા આત્માને સતત નાચ નચાવે છે... કામ કરીને શરીર થાકે છે. મન ક્યારેય થાકતું નથી... સદા બે ડગલા આગળ જ રહે છે. રાત્રે સૂતા સવારે છાપામાં શું આવશે તેનો વિચાર ! છાપુ હાથમાં લેતાં મોડું થઈ જશે' હજી ઘણાં કામ બાકી છે... મંદિરે જવું છે. મંદિરમાં જતાં મનમક્ષિકા ભોજન તરફ દોડે છે... નવકારવાળી હાથમાં લેતા આજે ક્યાં જવાનું છે ? કોને મળવાનું છે ?.. કોને કેટલા આપવાના છે? કોની પાસેથી કેટલા લેવાના છે ? તેની સિરિયલ શરૂ થઈ જાય છે !... ભોજન કરતાં ધંધાની ... અને ઘર છોડી દૂકાને જતા ઘર-છોકરા અને વ્યવહારની ચિંતા! .. નિરીક્ષણ કરતાં માલુમ પડશે કે પડછાયાની જેમ મન સદા આગળ રહીને માનવને સ્વ કેંદ્રથી વંચિત રાખે છે... સમયના પ્રવાહની જેમ ક્ષણમાત્ર પણ મનની સ્થિરતા નથી. માટે જ Rational Animal (બોદ્ધિક પ્રાણી) ગણાતો આજનો ર૧ મી સદીનો માનવ ભોતિક સામગ્રીઓના ખડકલા વચ્ચે ક્યારેય ન હતો તેવો અશાંતઅતૃપ્ત અને અધીરો બનતો જાય છે. શાંતિ શોધવાના તનતોડ પ્રયત્ન કરે છે. .. બહારના ઘોઘાટથી દૂર ભાગી શાંતિઝોનવાળા વિસ્તારમાં કે જ્યાં મોટરગાડીઓની હોતી નથી. ફેરીયાની બુમરાણ નથી અને કૂતરા-ગધેડા જેવાઓને પ્રવેશબંધી જ છે.) દરિયાકિનારે મોટો મહેલ બાંધી ડબલ બેડ અને ચારમણની ડનલોપ ગાદી પર આળોટે છે... દુનિયાને ભુલવા રેડીયોટેપરેર્કોડરના કૃત્રિમ ઘોઘોટો ઉભા કરે છે !. તેનાથી પણ કંટાળે છે, બધી સ્વીચ ઓફ કરે છે... અને મનને શાંત કરવા મથે છે પણ ટક ટક ટક થતો ઘડીયાળનો અવાજ છાતીના ધબકારા વધારી દે છે !... હવે શું ...133...