________________ છે. સાધનાથી શું જોઈએ ? એનો જવાબ જ જેની પાસે નથી. સાધનાથી સાધના જ જોઈએ, સાધનાના આનંદરસમાં એવી મસ્તી લાગે કે એનાથી ચઢિયાતા આનંદની તે સાધક કલ્પના પણ કરી શકતો નથી. સાચો સાધક પોતાની સાધનાથી કદાપિ સંતુષ્ટ થતો નથી. ઘણી સાધના થઈ હવે થોડો Rest લઈએ. આવી આરામકામના સાધકને ના હોય. જ્યાં સુધી પૂર્ણજ્ઞાની ના થવાય ત્યાં સુધી સાધનાધારા અવિરત ચાલતી રહે. અભ્યાસના સાતત્યમાં એક પળની બાધા પણ તેને વિંછીના ડંખની જેમ કોરી ખાતી હોય, હાશ' કે પોરો ખાવાની કલ્પનાથી મુક્ત હોય, તે જ સાધક વિજયમાળા વરી શકે છે. Victory goes to the one who practises drama. રાજન્ ! આવા ગુણયુક્ત સાધકને હું સાધક માનું છું. એવા સાધક હજારમાં પાંચ જ છે, માટે મે પાંચ શિષ્ય કહ્યા. બાકી બધા શિક્ષિત છે. સાધકની પૂર્વભૂમિકામાં રહેલા છે. કેટલાક તો સોનાના ચળકતા ગીલેટ પાછળ રહેલા પિત્તળ જેવા પણ છે. ઈચ્છું છું કે સૌ કોઈનું કલ્યાણ થાય.” રાજા માસ્ટરની વાણી સાંભળતો જ રહ્યો. દંગ થઈ ગયો. સાધનાની સૂક્ષ્મ ભેદરેખાનું ભાન થતા આનંદિત પણ થયો. અંતે - પ્રચંડ ઝંઝાવાતોથી પણ તુટે ના એવો તાર શોધું છું. જીવનપથ પર સદા સાથ દે એવો યાર શોધું છું. * * * * * ...૧૩ર...