________________ True Seekers Are Rare એક Zen માસ્ટર હતા. તેમનું નામ હતું લીન ચી (Lin Chi). એક હજાર શિષ્યો હતા. મહારાજા તેમના આશ્રમમાં વિઝીટે આવ્યા. હજાર શિષ્યોની સાધના જોઈ રાજા ખુશ થઈ ગયા. રાજાએ સવાલ કર્યો, તમારા કુલ શિષ્યો કેટલા છે ? લીન ચી કહે, પાંચ ! રાજાને અચરજ થયું. સેકડો શિષ્યો મારી નજરે જોઈ રહ્યો છું. અને ગુરૂ કહે છે પાંચ જ. એક શિષ્યને પુછ્યું, તમારા ગુરુના શિષ્યો કેટલા ? શિષ્ય કહે, પૂરા હજારો રાજાને ગુરૂની વાત રહસ્યપૂર્ણ લાગી... ફરી પૂછ્યું. આપના શિષ્યોની સંખ્યા કેટલી ? ગુરુ કહે, પાંચ. રાજા કુતૂહલ રોકી ના શક્યો. ગુરુને કહે, આપના ગુઢાર્થને સમજવા મારી બુદ્ધિ કુંઠિત છે. રહસ્યો-સ્ફોટ કરી મારા મનનું સમાધાન કરો. મને દેખાય છે હજાર શિષ્યો, શિષ્યએ પણ કહ્યું હજાર છે ને આપ કહો છો કે પાંચ જ... અલબત્ ! તમે ખોટું બોલો છો, એવું માનવા પણ મારું મન તૈયાર નથી. ગુરુએ એક જ લીટીમાં જડબાતોડ 8414 24144. True seekers are rare. રાજન્ ! સાધના કરનારા ઘણા હોય છે. પણ સાધકો વિરલા હોય છે. સાધના માટે સાધના કરનારા વિરલા હોય છે. ખાણ ભલેને સોનાની હોય તેમાં ય સોના કરતાં પથ્થરનું પ્રમાણ જ વધુ હોય છે. સાધના સમાન હોવા છતાં આશયભેદથી સાધનાભેદ અને સાધક ભેદ થઈ જતા હોય છે. સાધના બધા કરે છે પણ કો'ક દેખાદેખીથી, કો'ક અહંકારથી, કોક પ્રસિદ્ધિ માટે, કો'ક બીજાથી આગળ આવવા, કો'ક કીર્તિકામનાથી, કોક કુલ પરંપરા જાળવવા, કોક ભૌતિક સુખ માટે, કોક ઈર્ષાથી, કોક દ્વેષથી, કો'ક દેખાડો કરવા, કો'ક ગુરુને ખુશ કરવા, આવા તો ઘણા ઘણા કારણો હોય છે. | મારા શિષ્યો હજાર છે, એટલે શરીર સાથે સંકળાયેલા હજાર શિષ્યો છે, પણ અંતર સાથે સંકળાયેલા માત્ર પાંચ છે. જેને નથી દુનિયાની તમા, નથી માન સન્માનની પરવા કે નથી યશ કીર્તિની કામના. ...130...