________________ સહાનુભૂતિઓ.... આ બધાની વચ્ચે રાજાએ જાહેરાત કરી, “માલ મુદ્દા સાથે ચોર પકડાયો છે. ફાંસીની સજા નિશ્ચિત છે, છતાં એક કામ કરે તો ફાંસી માફ થઈ શકે !' આ વાત સાંભલી રાજન્માં નવચેતનાનો સંચાર થયો. મોત પાછું ઠેલાતું હોય તો ગમે તે શરત માન્ય છે. આકાશ પાતાળ એક કરવા તૈયાર છું. હજારો અંતરના કુતુહલ વચ્ચે રાજા કહે, “એક તેલનો છલોછલ ભરેલ વાટકો લેવાનો, હજારોની મેદની વચ્ચે આખા ગામમાં ફરી પાછું રાજમહેલે આવવાનું. શરત એટલી જ કે એક પણ ટીપું નીચે પડવું જોઈએ નહીં. ટીપું પડતાં જ તલવારથી માથુ જુદું થઈ જશે. હેમખેમ અગ્નિપરીક્ષામાંથી પાસ થઈ જવાય તો ફાંસી માફ..” એક બાજુ વાઘ બીજી બાજુ નદી જેવી હાલત છે. છતાં ટ્રાય કરવામાં વાંધો નથી. કદાચ સફળ થઈ જવાય તો ફાંસીના ફંદામાંથી તો ઉગરી જવાય. શરત મંજુર થઈ. લોકોના કુતુહલનો પારો ઊંચો ચઢ્યો. અપાર માનવ મહેરામણ છે. વાંજીત્રોના નાદ ગગન ભેદી રહ્યા છે. લોકો કુતુહલવશ ચીચીયારીઓ પાડી રહ્યા છે. તાળીઓના ગડગડાટ વરસી રહ્યા છે. અને આ બાપુ હાથમાં તેલથી છલોછલ ભરેલ વાટકો લઈ ધીમી પણ નક્કર ગતિથી આગળ વધી રહ્યો છે. બાજુમાં હાથમાં તલવાર લઈ દરબારી ચાલી રહ્યો છે. માથે મોત ભમતું દેખાય છે. તેલનું ટીપું પડ્યું નથી કે તલવારથી ધડ જુદું થયું નથી. સામાન્ય નિયમ જ છે, મોતનો ભય જેટલો વધુ હોય જાગૃતિ પણ એટલી જ તીવ્ર હોય. ગગનભેદી કોલાહલ વચ્ચે રાજનું ધ્યાન તેલના ટીપાં ઉપર જ સંપૂર્ણ કેન્દ્રિત છે. નથી દેખાતો માનવ મહેરામણ કે નથી સંભળાતા વાજીંત્રો કે ચિચિયારીઓનો એક શબ્દ. લોકોના કુતુહલ સાથે અને ઉશ્કેરાટ સાથે સવારી આગળ વધે છે. જોત જોતામાં ત્રણેક કલાકની જન્મ મરણની રમત સમી જોખમી સફર બાદ રાજનું હેમખેમ રાજ દરબારે આવી પહોંચે છે. ઘાત ગયાથી હાશનો અનુભવ કરે છે. મોતના મુખમાંથી બચી જવાથી આનંદનો કોઈ પાર નથી. લોકો પણ આનંદિત છે. તેના નામનો જયજયકાર પણ કરે છે. રાજા કહે છે, “તે અગ્નિ પરીક્ષા સફળ રીતે પાસ કરી છે. હવે તારી ..૧ર૬...