________________ રાજા : મહામંત્ર સમી આ પંક્તિ સાંભળી લે. નીતિ પર ચઢી નેમ '' આ શ્લોકાર્ધમાં કવિ કાલિદાસ પ્રસન્નતાનો મહામંત્ર બતાવે છે. રથના પૈડામાં રહેલા આરા નીચેથી ઉપર જાય છે. ઉપરથી નીચે આવે છે. માણસની દશાનું પણ એવું જ છે. ક્યારેક રાજા તો ક્યારેક રંક, ક્યારેક ભોગી તો ક્યારેક રોગી, ક્યારેક આનંદ તો ક્યારેક આજંદ. ચઢતી ને પડતી કુદરતનો નૈસર્ગિક ક્રમ છે. તળેટીથી શિખર અને શિખરથી તળેટી સુધીની યાત્રામાં ક્રમશઃ તમામ સ્થાનબિંદુઓ અવશ્ય સ્પર્શવા પડે છે. સૌ કોઈ માટે આ સમાન નિયમ છે. આજનો કરોડપતિ કાલનો રોડપતિ છે. કુદરત કે કર્મ કોઈને પણ ક્યારે પણ સદાના સુખી કે સદાના દુઃખી કરતા નથી. જીવનચક્રની સાથે અવસ્થાનું ચક્ર સદા ફરતું જ રહે છે. મંત્રીશ્વર ! અવસ્થાનું પરાવર્તન સહજ છે. તેને સ્વીકારે જ છુટકો છે. છ ખંડના સમ્રાટ ચક્રવર્તીઓ નરકની રૌરવ વેદના ભોગવી રહ્યા છે. અહીંના ચમરબંધી સમ્રાટો નિગોદમાં સબડી રહ્યા છે. દિવ્ય સુખમાં હાલતા દેવતાઓ વનસ્પતિકાયમાં ફલ તરીકે લટકી રહ્યા છે. કુદરતના ન્યાયતંત્ર સામે કોઈનું કશું ચાલતું નથી. કર્મ દ્વારા મળેલા સંયોગોનો પ્રતિકાર શક્ય નથી. હર્ષ અને શોક કરવા વ્યર્થ છે. રાજમહેલના વૈભવી ભોગો મેં મજેથી માયા છે. તો શરીરના ઘસાવાથી છુટતા લોહીના ફુવારાની વેદના કેમ મજેથી ના માણવી ? હસતાં કે રોતા જે ભોગવવાનું જ છે. તેનો પ્રતિકાર શા માટે ? જે કંઈ સહન કરવું પડે છે. તે આપણા અહંકારને આભારી છે. When there is no ego, there is no suffering. મેં આ કર્યું. હું આ કરીને બતાવીશ. આવો અહંભાવ આવે છે ત્યારથી પતનની-દુઃખની શરૂઆત થઈ જાય છે. મંત્રીશ્વર ! આ તત્વજ્ઞાનની લ્હરે મારી દીનતા ગઈ અને પરમ પ્રસન્નતાનો મને અનુભવ થયો છે. યાદ રાખજે, સાપનું નાનું બચ્ચું પણ ...૧ર૧...