________________ છે. રાજન્ ! આ તો Sample છે. હજી ઘણું ભોગવવાનું છે. એમ મોત પણ સસ્તુ મળવાનું નથી. રીબાવી રીબાવીને તેને મારવાનો છે. મંત્રીશ્વર અભિમાનમાં મસ્તાન છે. જીવનના પરમોચ્ચ સુખની અનુભૂતિ કરી રહ્યો છે. તેને કોણ સમજાવે કે બીજાને દુઃખી કરીને મેળવેલો આનંદ તામસી આનંદ છે. તામસી આનંદ માણનારાઓને ભવાંતરમાં પરમાધામીના અવતાર લેવા પડે છે. હલકી યોનીમાં ત્રાસદાયક વેદનાઓ ભોગવવી પડે છે. પણ આવતી કાલનો વિચાર કરવા દે તો તેને અહંકાર શું કહેવાય ? સામી વ્યક્તિના ગુણસ્મરણ કે ઉપકાર સ્મરણ કરવા દે તો અહંકારને અંધકારની ઉપમા શે અપાય ? રાજા પીડાય છે, છોલાય છે, અને મંત્રી મલકાય છે. અચાનક ચમત્કાર સર્જાયો. રાજાનું દીન વદન સોળેકળાએ ખીલી ઉઠ્યું. રૂદનના ઠેકાણે હાસ્ય છવાયું. મોઢા ઉપર અપૂર્વ તેજ પ્રસન્નતા છવાઈ ગયા. ચિચિયારીના બદલે ગેય કાવ્યનું રટણ ચાલું થયું. મંત્રી ચોંકી ગયો, આટલી કારમી વેદનામાં આવી અપાર ચિત્તપ્રસન્નતા શાથી? ન દીનતા, ન કોઈ ઉકળાટ, ન ભય, ન કોઈ મોતની ચિંતા, ન ઉગ ન કોઈના ઉપર દ્વેષ... મુખ ઉપર છલકે છે તેજ-આનંદ-પ્રસન્નતાના ફુવારા.... મંત્રીને આશ્ચર્ય થયું. રાજાનો આનંદ જોઈ મંત્રીનો આનંદ ઓસરી ગયો. આટલી વેદના વચ્ચે આટલી પ્રસન્નતાનું રહસ્ય શું છે ? અહંકાર મૂકી વિનમ્રતાથી મંત્રીએ પ્રસન્નતાનું કારણ પૂછ્યું. રાજા : મંત્રીશ્વર ! વેદનાના વાવાઝોડા વચ્ચે એક કાવ્યપંક્તિનું તેજકિરણ મારા મનમાં ઝબુકી ઉઠ્યું. રાજ્ય કાળ દરમ્યાન તત્વગોષ્ઠિ અર્થે કવિ કાલિદાસનું મેઘદૂત કાવ્ય વાંચ્યું હતું. તેમાં એક પંક્તિ વાંચવામાં આવેલી. બસ, આ અડધી પંક્તિના પુણ્ય સ્મરણે જ મારા માનસને ગેબી ઢબે પરાવર્તિત કરી દીધું. મને ઊંડા ચિંતનમાં ગરકાવ કરી દીધો. વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની ગજબશક્તિનો મારામાં સંચાર થયો. મંત્રી : મને પણ આ ચમત્કારી પંક્તિ સંભળાવો એમ ઈચ્છું છું. ...120...