________________ અહંકારની આગ જીવનના બાગ ખાખ કરી નાંખે છે એક રાજા છે. તેને એક વફાદાર મંત્રી છે. કો'ક ઈર્ષાળુ મંત્રી માટે રાજાની કાન ભંભેરણી કરે છે. રાજા એક તરફી વાતમાં લેવાઈ જાય છે. મંત્રી ઉપર ગુસ્સે ભરાય છે. ક્રોધાવેશમાં મંત્રીને ધિક્કારી તિરસ્કારી રાજ્યમાંથી કાઢી મૂકે છે. મંત્રી વાતનો તાગ પામી જાય છે. કોઈ પણ જાતના વાંક કે દોષ વિના રાજા દ્વારા થયેલુ આ અપમાન તેના માટે અસહ્ય થઈ પડે છે. પોતાની વફાદારીનો આટલો દારૂણ બદલો મળશે એવો તેને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો. મંત્રીએ ગાંઠ વાળી, નિર્નિમિત થયેલા અપમાનનો જડબેસલાક જવાબ આપવાનો મનોમન નિર્ણય કરી લીધો. હૃદયમાં અતૂટ વૈરની ગાંઠ ઊભી કરી, અંતર સળગી ઉઠ્યું. રાજાને જીવતો કેદ કરી રાઈ રાઈ જેટલા ટુકડા કરવાની વેરભાવના રગેરગમાં સળવળી ઉઠી. રાજ છોડી ગામ છોડી અન્ય રાજાની ચાકરીમાં લાગી ગયો. આવડત અને હોંશીયારીના જોરે રાજાને વશ કરી લીધો. એકવાર રાજા કહે- મંત્રીશ્વર ! તમારી સેવાથી પ્રસન્ન છું. કોઈ ઈચ્છા હોય તો જણાવતાં રહેશો. મંત્રીશ્વર : મારી પોતાની તો કોઈ ઈચ્છા નથી. ફલાણા રાજાને જીતી તેનું રાજ્ય કબજે કરવાની તીવ્ર કામના છે. રાજા : તો ચાલો, યુદ્ધની તૈયારી કરો. મંત્રી ઘણા સમયથી જે સૂચક પળની પ્રતિક્ષા કરતો હતો તે ઘડી આવી ચૂકી. પાસાઓ સીધા પડ્યાનો આનંદ તેના મુખ પર તરવરતો હતો. વેરનો બદલો વાળવાની વેળા આવી પડતા અંગેઅંગમાં ક્રોધાવેશની જ્વાળાઓ ભભૂકી ઉઠી. બિચારા મંત્રીશ્વરને ખ્યાલ નથી કે વેરભાવનાનું આ બીજ જ્યારે વિરાટ વડલો બની જશે, ત્યારે જનમ જનમ સુધી દારૂણ ત્રાસ-યાતનાના ફળો ભોગવવા પડશે. તે વખતે કેવા હાલ હવાલ થશે. હાલ તો અહંની એવી ...118...