________________ પંગુ છે, હૃદય ભળે તો નાની સાધના પણ પાવરફુલ છે. આપણી નબળી કડી કહો કે કુસંસ્કારનું જોર કહો, અસત્ પ્રવૃત્તિમાં અને ભોગ સાધનામાં હૃદય-મન વિના પ્રયત્ન સહજતાથી એકમેક થઈ જાય છે, અને સાધનમાં મનોભાવને જોડવાના લાખ પ્રયત્ન કરવા છતાં ધારી સફળતા મળતી નથી, અનાદિની કુવાસનાનું આ સહજ પરિણામ છે, છતાં નિરાશ થવાનું નથી. આનંદઘનજી જેવાએ પણ, “મનડું કિમી ન બાજે હો કુંથુજિન ! મનડું કિમ હી ન બાજે,’ આ કાવ્ય સર્જન કરી મનની દુર્જયતા છતી કરી છે. છતાં મનને ઠેકાણે લાવવાના પ્રયાસમાં ક્યાંય કચાશ કરી નથી. રસોઈ મીઠા વગર ફીક્કી લાગે, તેમ ક્રિયા પણ ભાવના રસ વિના ફિક્કી જ લાગે, ક્રિયામાં ભાવ ભેળવવાનો પ્રયત્ન કરવો જ પડે. હા ! ભાવ ના આવે ત્યાં સુધી ક્રિયા છોડાય નહીં ? કેટલાક ધ્યાનરસિક આત્મપ્રિય સાધકો (?) બયાનો આપતા હોય છે કે “ભાવ આવે ત્યારે જ ક્રિયા કરવી અન્યથા નહીં”, આવા પ્રચારકોને પુછવું પડે કે દુકાન ખોલીએ તો ઘરાક આવે કે ઘરાક આવે તો જ દુકાન ખોલવાની ? કહેવું જ પડે કે ઘરાક ના આવે તો ય દુકાન તો ખુલ્લી રાખવી જ પડે, દુકાન ખુલ્લી હોય તો જ ઘરાક આવે. આ જ ન્યાય આધ્યાત્મિક ક્ષેત્રમાં કેમ નહીં લગાડતા હોય ? વાસ્તવિકતા એજ છે કે ભાવ આવે કે ન આવે, ક્રિયા-સાધના-ધર્માનુષ્ઠાન ચાલુ જ રાખવા પડે. ધર્માનુષ્ઠાન ચાલુ હોય તો જ ક્યારેક પણ ભાવ જાગશે. આકાશમાંથી ભાવ ઉતરી પડશે એવી કલ્પનામાં રાચતા ધ્યાન પ્રિય સાધકોને ડનલોપના ગાદલામાં મહાલવાથી કોઈ કાળે ભાવ જાગવાના નથી. સાધનાની વિધિ સમજાય, સાધનાના રહસ્યો-મર્મો સમજાય, સાધનાની જરૂરીયાત-ઉપયોગિતા સમજાય, સાધનાના અર્થનું યથાર્થ પરિજ્ઞાન થાય. સાધનાની ક્રિયા પ્રત્યેની રૂચિભાવ હોય, સાધનામાં લખલૂટ પુણ્યબંધ અને આત્મકલ્યાણતાના દર્શન થતા હોય, તો સાધના પ્રાણવાન બન્યા વિના રહે ...116..