________________ હૃદય ભળે તો સાધના ફળે મનોજ પાંચ વર્ષની ઉંમરનો થતા બાળમંદિરમાં દાખલ થયો. બુદ્ધિ પ્રતિભા હોંશિયારી સારા હતા. એક પછી એક ધોરણ પાસ થતો ગયો. 15 વર્ષે એસ.એસ.સી. અને રર વર્ષે ડોક્ટર બની ગયો. એકવાર રસ્તામાં તેને પાંચમાં ધોરણના સર મળ્યા. મનોજ ઓળખી ગયો. સર : શું કરે છે ? મનોજ : સર ! એમ.બી.બી.એસ. ડોક્ટર બની ગયો. મનોજ : સર ! આપ શું કરો છો ? સર : હું હજી પાંચમા ધોરણમાં એજ સાયન્સનો Subject ભણાવું છું. | મનોજ : સર ! અમારા સાયન્સનો એક પ્રશ્ન પુછું ? સર : તારા એ પ્રશ્નનો જવાબ મને ના આવડે. પાંચમાં ધોરણનો કોઈપણ સવાલ પુછ, ઉંઘમાં ય જવાબ આપી દઈશ, વીસ વર્ષથી ભણાવું છું. શબ્દ શબ્દ મોઢે છે. આ પ્રસંગ ઉપરથી વિચાર આવે કે બાળમંદિરથી આરંભી ડોક્ટર બનેલા મનોજની જીવનયાત્રાને પ્રગતિ કહેવી કે એક જ પાંચમા ધોરણમાં 20 વર્ષ ભણાવનાર અતિ નિપૂણતા પ્રાપ્ત કરવા છતાં છઠ્ઠા ધોરણનો એકડો ય ન જાણનાર સરની જીવનયાત્રાને પ્રગતિ કહેવી ? મનોજ હોંશિયાર કે સર? બેઘડક કહી શકાય કે બાળકમાંથી ડોક્ટર બનનાર મનોજની યાત્રાને જ પ્રોગ્રેસ કહી શકાય, નહીં કે માસ્ટરની યાત્રાને. કારણ... મનોજ પાસે મોટર, બંગલો, ગાડી, સમાજના સન્માન, મોટી પ્રેકટીસ, રૂપાળી પત્ની, સિદ્ધિ, સમૃદ્ધિ બધું જ છે. જ્યારે માસ્ટર પાસે એજ સ્કૂલ, એજ ક્લાસ, એજ બ્લેક બોર્ડ, એજ પગાર, એજ સ્થિતિ, એજ સંયોગો, બધું એનું એજ છે. માત્ર ઉંમરમાં જ પ્રોગ્રેસ છે. શરીર પર કરચલીઓ છે. માથે ધોળા આવી ગયા છે. આ પ્રસંગ અધ્યાત્મિક દુનિયામાં ઘેરા ચિંતનમાં ગરકાવ કરી દે એવો છે. દાયકાઓથી ધર્મ સાધના કરીએ છીએ. પણ પ્રગતિ કેટલી ?... વર્ષોના પ્રતિક્રમણ, ભગવાનની પૂજા, સામાયિક, તિથીના આંબેલ, ...114...